Home »Magazines »Madhurima» Article Of Vimasan In Madhurima Magazine

સાથ માણતાં ગર્ભ રહી જવાનો ભય રહે છે

Vimasan | Apr 17, 2017, 20:29 PM IST

  • સાથ માણતાં ગર્ભ રહી જવાનો ભય રહે છે,  madhurima news in gujarati
સાથ માણતાં ગર્ભ રહી જવાનો ભય રહે છે
પ્રશ્ન : મારાં લગ્નને ત્રણ વર્ષ થયાં છે. અમે બંને જોબ કરતાં હોવાથી સંતાન ન થાય તે માટે પ્લાનિંગ કર્યું છે. તે માટે મારા પતિ નિરોધનો ઉપયોગ કરે છે, પણ મને ડર લાગે છે કે તે ફાટી જાય અને ગર્ભ રહી જાય તો? આવું બની શકે? યોગ્ય સલાહ આપશો.

ઉત્તર : તમારો ડર સાચો છે. ઘણી વાર વધારે પડતા ઘર્ષણથી નિરોધ ફાટી જાય એવું બને છે અથવા ક્યારેક આવી ખામીયુક્ત પ્રોડક્ટ પણ આવતી હોય છે. એવામાં જો તમારા પતિ સાવચેત ન હોય અને તમે ગર્ભ ધારણ કરી લો એવું બને. તમે સતત આ ડર સાથે સાથ માણવાને બદલે ગાયનેકોલોજિસ્ટને મળી યોગ્ય દવા લેવાનું રાખો. એનાથી ગર્ભ રહેવાની ચિંતા નહીં રહે અને તમે તથા તમારા પતિ  બંને નિશ્ચિંત મને સાથ માણી શકશો.

પ્રશ્ન : અમારાં લગ્નને હજી છ મહિના જ થયા છે. મારી પત્નીની બ્રેસ્ટની સાઇઝમાં તફાવત હતો. તેની એક તરફની બ્રેસ્ટ બીજી કરતાં થોડી નાની હતી. ડોક્ટરને બતાવ્યું તો જવાબ મળ્યો કે ધીરે ધીરે તે સરખી થઈ જશે, પણ હજી એના માપમાં કંઈ તફાવત જોવા નથી મળ્યો. આથી મને એને સ્પર્શ કરવાનું ગમતું નથી. શું કરું?

ઉત્તર : તમારી પત્નીને છે એવી સમસ્યા ઘણી મહિલાઓને હોય છે. તેમના પતિને પણ ક્યારેક આવો વિચાર આવતો હશે, પરંતુ એનો અર્થ એવો નથી કે તમે એ સ્થાનને સ્પર્શ જ કરવાનું છોડી દો. શક્ય છે કે થોડા સમય પછી તમારાં પત્નીની બંને બ્રેસ્ટની સાઇઝ એકસમાન થઈ જાય. તમે આ રીતે એમની સાથે વર્તશો તો તમારા ભાવિ જીવન પર તેની ગાઢ અસર પડશે એ ધ્યાન રાખજો.

પ્રશ્ન : હું ઘણી વાર મારી પત્ની સાથે બેઠો હોઉં અથવા અમે બંને એકાંતમાં હોઈએ ત્યારે મારી સાળી આવી જાય છે અને અમારે ખૂબ ધ્યાન રાખવું પડે છે. મારી પત્ની એની બહેનને કંઈ કહેતી નથી. મારે શું કરવું?
 
ઉત્તર : તમે જો તમારા સાસરે પત્ની સાથે એકાંતમાં બેઠાં હો અને સાળી આવી જાય તો સ્વાભાવિક છે કે તમારાં પત્ની એની બહેનને કંઈ ન કહી શકે. વળી, સાસરે જઈને જો તમે આ રીતે બેસો તો એ યોગ્ય ન ગણાય. હા, તમારા ઘરમાં એટલે કે સાળી તમારા ઘરે આવી હોય અને તમે એકાંતમાં હો અને આ રીતે સાળી આવી જાય તો તમે એને પ્રેમથી કહી શકો કે આવું વર્તન ન કરે.
(Madhurima Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Magazines Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Article of Vimasan In Madhurima Magazine
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended