Home »Magazines »Madhurima» Article Of Usefull App By Geera Trivedi In Madhurima Magazine

ઘરની વસ્તુઓ વેચવામાં ઉપયોગી એપ્સ

Geera Trivedi | Apr 17, 2017, 20:26 PM IST

  • ઘરની વસ્તુઓ વેચવામાં ઉપયોગી એપ્સ,  madhurima news in gujarati
ઘરની વસ્તુઓ વેચવામાં ઉપયોગી એપ્સ

5 માઇલ્સ: તમારા માટે બિનઉપયોગી ઘરની વસ્તુઓને ઓનલાઇન સેલ કરવા માગતાં હો તો આ એપ બેસ્ટ છે. જોકે, એપનું નામ વાંચીને સમજી જ ગયા હશો કે તમારા લોકેશનથી 5 માઇલ સુધી તમે કોઈને પણ વસ્તુ સેલ કરી શકો છો. તેવી જ રીતે કોઈ વસ્તુ ખરીદવા માગતાં હો તો 5 માઇલની અંદર રહેલી વસ્તુ જ ખરીદી શકાય છે. જીપીએસને ઓન કરીને આમાં તમારા વિસ્તારનો પિનકોડ નાખીને વસ્તુની આપ-લે કરી શકાય છે. આ એપમાં ચેટિંગની સુવિધા પણ  છે. આ એપમાં રિવ્યૂનો વિકલ્પ પણ છે. વસ્તુ લેતા પહેલાં ખરીદનાર અને વેચનારના રિવ્યૂ જાણી શકાય છે.

વેરાજસેલ:લોકલ વેચાણ માટેની આ એકમાત્ર એવી એપ છે જેને ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય છે. આ એપ ડાઉનલોડ કર્યા બાદ જે-તે કેટેગરીમાં વેચવાના માલની માહિતી ભરીને તેનો ફોટો અપલોડ કરવાનો રહે છે. માલ નિયમિત ખરીદનારને તમે ફેવરિટ લિસ્ટમાં એડ કરી શકો છો. જેથી તમે જે ઓનલાઇન વેચવા મૂકો તે વ્યક્તિને તેનો મેસેજ મળી જાય છે. તમે જ્યાં રહેતા હો, કામ કરતાં હો તેવા ઓનલાઇન ગ્રૂપ સાથે જોડાઈ પણ શકો છો. આ એપમાં તમારી પ્રોફાઇલ બનાવીને તેમાં ફોટો રાખવાનો રહે છે, જે વિશ્વાસપાત્ર માહિતી આપી શકે.

ઓફરઅપ:લોકલ ખરીદી અને વેચાણ માટે આ એપ સૌથી વધારે જાણીતી અને માનીતી હોવાનો દાવો કરે છે. અલગ-અલગ પ્રકારની કેટેગરી અને વસ્તુઓને ફોલો કરીને જે-તે વસ્તુ ખરીદવા-વેચવા માટે જે-તે વ્યક્તિ સાથે ડાયરેક્ટ વાત કરવાનો વિકલ્પ પણ રહેલો છે. આ એપની વિશેષતા એ છે કે તેમાં રોજિંદા કપડાં, ફર્નિચર, મોબાઇલ ફોન, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, કિડ્ઝ માટેની વસ્તુઓ, જ્વેલેરી, ગાડીઓ વગેરે વસ્તુઓની લે-વેચ કરી શકાય છે. આ એપમાં સુરક્ષિત મેસેજ અને ચેટિંગના વિકલ્પ દ્વારા જે-તે વ્યક્તિ સાથે માલ ખરીદવા-વેચવાનો વિકલ્પ રહેલો છે.
(Madhurima Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Magazines Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Article of Usefull App by Geera Trivedi In Madhurima Magazine
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended