Home »Magazines »Sunday Bhaskar» Article Of Sikh By Amrit Sadhana In Sunday Bhaskar

સરળ મનથી જીવો, સ્વાસ્થ્ય સુંદર રહેશે

Amrit Sadhana | Apr 15, 2017, 20:51 PM IST

  • સરળ મનથી જીવો, સ્વાસ્થ્ય સુંદર રહેશે,  sunday bhaskar news in gujarati
સરળ મનથી જીવો, સ્વાસ્થ્ય સુંદર રહેશે
સ્વાસ્થ્ય એ શરીરની સાવ સામાન્ય એટલે કે સહજ સ્થિતિ છે. તમને ખબર છે, સ્વાસ્થ્યનો સાચો અર્થ  કરીએ તો સ્વમાં સ્થિર રહીને જીવવું મતલબ કે પોતાના સ્વભાવ અનુસાર જીવવું, કુદરતના નિયમોને અનુકૂળ રહેવું.  સરળ મનથી તમે જીવશો એટલું જ તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું અને સ્વસ્થ રહેશે. શરીર એક બુદ્ધિશાળી યંત્ર છે. આપણા આ શરીરની અંદર એક કુદરતી ઉપચારક શક્તિ છે, જેનો તે ઉપયોગ કરે છે.

આપણે સૌ જાણીએ છીએ કે વિજ્ઞાન તર્ક અને બુદ્ધિના આધારે જ ઊભું છે. તે દ્વંદ્વને જરાય સ્વીકારી શકતું નથી. તેથી જે પણ નવી દવા છે તે રોગને ડામે છે, પણ એ દવા જડથી દૂર કરતી નથી. પરિણામે જેટલો વિકાસ થયો છે, એની સામે માનવીની સમસ્યાઓ ઘણી બધી વધી ગઈ છે. આપણે જેટલી પણ બીમારીઓ દૂર કરી, એટલું જ માનવીનું સ્વાસ્થ્ય ઓછું થતું ગયું છે. જૂના જમાનાના માણસો જેટલા તંદુરસ્ત રહેતા હતા એટલા આપણે તંદુરસ્ત નથી રહી શક્યા કે નથી રહી શકતા.

આજે પણ જંગલના આદિવાસીઓ પાસે બીમારીથી લડવાના ઉપાયો નથી, પણ એ લોકો આપણા કરતાં પણ વધારે તંદુરસ્ત છે.  આફ્રિકાના જંગલમાં જે અણઘડ પ્રજાતિ છે, તેમના શરીર પર થયેલા ઘા પણ કોઈ ઈલાજ વિના 48 કલાકમાં ભરાઈ જાય છે. ઓશો કહે છે, ‘તમે એક તરફની ઈંટો પાડશો, તો બીજી તરફની વિપરીત ઈંટો તાત્કાલિક પડી જશે.’ હવે તો વિજ્ઞાનીઓ પણ વિચારવા લાગ્યા છે કે આ વાતમાં સત્ય હોઈ શકે છે. આપણે એક તરફ જે કરીએ છીએ, તરત એનું પરિણામ બીજી તરફ આવે છે.  શરીરનો પણ પોતાનો અંગત ધર્મ છે. જો આપણે એ સમજીને એને અનુકૂળ જીવન પસાર કરીએ તો આપણું શરીર લાંબા સમય સુધી આપણને તંદુરસ્ત જીવન પૂરું પાડશે.
(Sunday Bhaskar Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Magazines Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Article of Sikh by Amrit Sadhana In Sunday Bhaskar
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended