Home »Magazines »Sunday Bhaskar» Article Of Sikh By Amrit Sadhana In Sunday Bhaskar

જે કરો છો એને જ યોગ બનાવો

Amrit Sadhana | Mar 11, 2017, 02:39 AM IST

  • જે કરો છો એને જ યોગ બનાવો,  sunday bhaskar news in gujarati
જે કરો છો એને જ યોગ બનાવો
થોડા દિવસો અગાઉ એક ટીવી શૉમાં રામદેવ બાબાને પૂછ્યું કે, ‘તમે યોગી છો અને આયુર્વેદ ઔષધીઓનો વ્યવસાય કેવી રીતે કરો છો?’ તેમનો જવાબ ખરેખર વિચારણીય છે. તેમણે કહ્યું, ‘યોગના કેટલાય પ્રકાર છે. જેમકે, ભક્તિયોગ, કર્મયોગ, જ્ઞાનયોગ, રાજયોગ, હાસ્યયોગ તો પછી વ્યવસાય એક યોગ કેમ ન બની શકે?’ હકીકતમાં તેઓ જે ઔષધીઓનું ઉત્પાદન કરે છે એ તેમના માટે યોગ જ છે.

વાત સાચે જ મજાની છે. યોગ એક જીવનશૈલીનું નામ છે. આખું જીવન જ યોગમય હોય છે. તેથી તમે ‘આ યોગ છે ને આ યોગ નથી’ એવા યોગના ભાગલા ન પાડી શકો. કમનસીબે આસન અને થોડું પ્રાણાયામ કરવામાં જ યોગ સીમિત બની ગયો છે. ખરેખર તો આ યોગની માત્ર પૂર્વ તૈયારી છે, યોગ નથી. જેમ ખેલાડી મેદાન પર વોર્મિંગ અપ કરે અને એનાથી જ તેને સંતોષ થઈ જાય અને તે મેચ રમે જ નહીં. કાશ, દરેક ઉદ્યોગ યોગ બની જાય તો આટલો ભ્રષ્ટાચાર, હેરાફેરી અને એ પકડવા માટે કાયદાની જરૂર જ ન પડે.

યોગનો સાચો અર્થ છે, મનની ઊથલપાથલનું અટકી જવું. મનમાં જે તોફાનો ઊમટે છે, મનની જે મૂંઝવણો છે, દુ:ખ છે, હતાશા છે, વધારે પડતી મહત્ત્વાકાંક્ષા છે અને એનાથી જન્મેલો લોભ છે આ તમામ જાળમાંથી છુટકારો મેળવીને મન શાંત થઈ જાય છે, તમે ત્યારે જે પણ કરો છે એ યોગ બની જાય છે. આપણી અંદર સારી-ખરાબ એમ બંને બાબતો હોય છે. જેનું પ્રમાણ વધારે હોય એના આધીન થઈને આપણે વર્તન કરીએ છીએ. બે ડગલાં આગળ વધીએ છીએ તો ચાર ડગલાં પાછળ પણ ચાલીએ છીએ. આવું મન ક્યારેય યોગ નહીં કરી શકે. હા, મન સ્વચ્છ અને સંતુલિત હશે તો તમારું રોજિંદું જીવન પણ યોગ બની શકે છે.
(Sunday Bhaskar Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Magazines Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Article of Sikh by Amrit Sadhana In Sunday Bhaskar
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended