Home »Magazines »Madhurima» Article Of Sambandh Na Ful By Rachna Samandar In Madhurima Magazine

જે પામ્યાં, તે કોણે શોધ્યું?

Rachna Samandar | Feb 21, 2017, 00:00 AM IST

  • જે પામ્યાં, તે કોણે શોધ્યું?,  madhurima news in gujarati
જે પામ્યાં, તે કોણે શોધ્યું?
અમને તેઓ દુ:ખી કરી ગયા.
ખબર નહીં દુ:ખને અમારા ઘરનો રસ્તો કોણે બતાવ્યો?
તેં મારું દિલ તોડી નાખ્યું.
તું ખોટો છે.

આ બધી જ બાબતોમાં બીજા દ્વારા મળેલાં દુ:ખ કે પરેશાનીનો ઉલ્લેખ છે. કોઈ બીજું જવાબદાર છે દુ:ખ માટે, આ જ કહેવામાં આવ્યું છે. બીજા સામે આંગળી ચીંધતાં પહેલાં શું એ વિચારવાનો પ્રયત્ન આપણે કરીએ છીએ કે દુ:ખ મેળવવામાં આપણો કેટલો હાથ છે?
ઇચ્છાને ઇચ્છા શોધે છે અને આંસુ આંસુને શોધી લે છે.

જ્યારે આપણને કોઈ દગો આપે છે, તો તેમાં આપણા અંધવિશ્વાસનો હાથ હોય છે. કોઈ બીજાની તરફ ઇશારો કરીને આપણે પીડિત બનવામાં વધારે વિશ્વાસ અનુભવીએ છીએ, પરંતુ જો તે જ સમયે સચ્ચાઈને માનીને, અવાજ કર્યા વગર આગળ વધવાનું નક્કી કરીએ, તો મળેલા દગાની તકલીફ તો દૂર થશે જ, સાથે પોતાની ભૂલોની સમજ પણ પડશે.
આ મનોવિજ્ઞાનનું સામાન્ય સૂત્ર છે કે આપણે હંમેશાં પોતાને પીડિત અને દુ:ખી બનાવીને રજૂ કરીએ છીએ જેનાથી સહાનુભૂતિ મળે અથવા આપણી ભૂલ ઢંકાઈ જાય અથવા ઓછામાં ઓછું બીજાનું ધ્યાન તો મળે જ. હંમેશાં તે સાંભળવું સારું લાગે છે - તમે તો ભલા છો, પરંતુ...

ભલું કરીએ કે નહીં, પરંતુ એક વાર પોતાના કર્યા પર પણ નજર નાખવી જરૂરી છે. પીડિત બન્યા રહેવાથી થોડા સમયની સહાનુભૂતિ તો મળી જાય છે, પરંતુ ઘટનાની સાચી સમજ નથી મળી શકતી. કોઈ શીખ, કોઈ દિશાસૂચન નથી મળી શકતું કે વ્યક્તિ રૂપે આપણે આગળ વધી શકીએ, વિકાસ કરી શકીએ. આ ત્યારે જ થઈ શકે છે, જ્યારે પીડિતની અંદર ઝાંખીને જોવામાં આવે કે ખરેખર જે થયું તે થયું કેવી રીતે? અંતમાં ચોક્કસ તમને છેતરવામાં આવ્યા, પરંતુ શું દર વખતે એવું જ હતું? શું શરૂઆતમાં જ તો અંતનું સ્વરૂપ નહોતું છુપાયું?

સુખ અથવા દુ:ખ આપણે પસંદ કરીએ છીએ. કોઈ માણસ, કોઈ વસ્તુ, કોઈ પ્રક્રિયા એટલી તાકાતવર નથી કે આપણી મરજી વગર આપણાં મન પર કબ્જો કરી શકે. પ્રતાડનાઓના શિખરમાં રહીને લોકો પોતાના મનને વસંત બનાવીને રાખે છે.  ખુશીઓનો હાથ ફેલાવીને રાહ જોવાને બદલે આતુર મનથી તેને શોધવાનો અને પામવાનો પ્રયાસ કરતા રહીએ, તો કોઈ બીજા ઉપર ક્યારેય આરોપ નહીં લગાવી શકીએ. જે શોધ્યું, જે પામ્યાં, તેના માટે હંમેશાંથી આપણે જ જવાબદાર હતા અને રહીશું.
(Madhurima Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Magazines Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Article of Sambandh Na Ful by Rachna Samandar In Madhurima Magazine
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended