Home »Magazines »Kalash» Article Of Prevention Need In Kalash Magazine

છાતીમાં પીડાનાં મુખ્ય કારણો અને બચવાના ઉપાયો.

prevention need | Feb 15, 2017, 00:00 AM IST

  • છાતીમાં પીડાનાં મુખ્ય કારણો  અને બચવાના ઉપાયો.,  kalash news in gujarati
છાતીમાં દુખાવાની ફરિયાદને મામલે લોકો ગંભીર હોય છે. છાતીમાં દુખાવાને કારણે અવારનવાર લોકો ગભરાઈ જતા હોય છે. છાતીમાં દુખાવો માંસપેશીઓ, હાડકાં, સ્નાયુઓને કારણે, ફેફસાં સંબંધી રોગ અને ધમની, હૃદય સંબંધી રોગ, અન્નનળીમાં તકલીફ, લિવર, પેટ, અગ્નાશય, પિત્તાશયને લગતી બીમારીનું કારણ હોઈ શકે છે. દુખાવો કયા પ્રકારનો છે તેના પર આધાર છે. વળી, પીડા કેટલી તીવ્ર છે અને કેટલો સમય રહે છે તેના પર પણ ઘણો આધાર રાખે છે. છાતીનો દુખાવો તીવ્ર હોય અને 3થી 5 મિનિટ સુધી સતત રહેતો હોય છે. ફેફસાંમાં તકલીફને કારણે થનારી પીડા શ્વાસોશ્વાસ પર આધાર રાખે છે. માંસપેશીઓને કારણે થતી પીડા મૂવમેન્ટ સાથે બદલાય છે. મોટાભાગનો દુખાવો અમુક સેકન્ડો પૂરતો હોય છે, જે બહુ ગંભીર નથી હોતો. એસિડિટીને કારણે થતો દુખાવો એન્ટાસિડ લેવાથી કે જમી લેવાથી દૂર થઈ જાય છે.
 
ફેફસાંમાં ચેપને કારણે
શ્વાસોશ્વાસમાં તકલીફ અને ફેફસાંમાં ચેપને કારણે પણ છાતીમાં દુખાવો થઈ શકે છે. ફૂગ, બેક્ટેરિયા કે વાઇરસને કારણે થતા નિમોનિયાને કારણે તે દુખાવો હોઈ શકે છે.

ઓળખ: છાતીમાં કફ જામી જવો, તાવ, ઠંડી ચડવી, નિમોનિયાને કારણે આ પ્રકારનો દુખાવો રહેતો હોય છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતી વ્યક્તિ, હૃદય, ડાયાબિટીસ કે અસ્થમાના દર્દીઓમાં આ પ્રકારની સમસ્યા થવાની શક્યતા વધુ છે.

સારવાર: ગરમ પાણીનો નાસ લેવાથી રાહત રહે છે. આદું, લસણ અને મધ આ ત્રણેય એન્ટિબાયોટિક અને ઇમ્યુનિટી વધારનારા ખાદ્યપદાર્થો છે.
બચાવ: જમવામાં ખાટા પદાર્થોનું સેવન ઓછું કરવું. ચેપ કે વાઇરલના પ્રભાવમાં જલદી આવી જાય છે, માટે તેવી જગ્યાએ જવાથી દૂર રહેવું.
 
-ડો. સંદીપ નાયર,
એચઓડી રેસ્પિરેટરી મેડિસિન, બીએલકે હૉસ્પિટલ
 
રક્ત પરિભ્રમણમાં ગરબડ
કોરોનરી આર્ટરીમાં સંકોચનને કારણે રક્ત પરિભ્રમણ ઘટી જાય છે. જેથી હૃદયમાં રક્તપરિભ્રમણ અને ઑક્સિજનની માગ પૂરી થઈ શકતી નથી. જેને લીધે છાતીમાં દુખાવો થાય છે, જેને એન્જાઇના કહે છે.

ઓળખ: છાતીમાં પીડા સાથે પરસેવો થાય. શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં બળતરા થાય છે. થોડું હરવા-ફરવાથી કે દાદરો ચડવાથી કે શારીરિક શ્રમ કરવાથી ઉપર મુજબની તકલીફ જણાય તો સાવચેત રહેવું.  

સારવાર: ડિસ્પ્રિનની ગોળી આપવામાં આવે છે, જે રક્તમાં પડતી ગાંઠને ઓગાળવાનું કામ કરે છે. દુખાવાથી રાહત માટે નાઇટ્રોગ્લિરીનની ગોળી આપવામાં આવે છે.
બચાવ: હૃદયને લગતી તકલીફોમાંથી બચવા માટે નિયમિત વાૅક કરવા જવું. જંક ફૂડ, ખાંડ અને મીઠાનું સેવન ઓછું કરવું જોઈએ.
-ડૉ. હેમંત ચતુર્વેદી
કાર્ડિયોલૉજિસ્ટ ઇટર્નલ હૉસ્પિટલ, જયપુર
પેટના દુખાવા સાથે બળતરા
-ડૉ. નિહાર રંજનદાસ
પ્રોફેસર, એમ્સ દિલ્હી, ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ સર્જરી
(Kalash Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Magazines Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Article of prevention need in Kalash Magazine
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended