Home »Magazines »Madhurima» Article Of Pratibha By Deval Thoria By Madhurima Magazine

આરતી પટેલ: પાવરફુલ ગુજરાતી નિર્માત્રી

Deval Thoria | Feb 21, 2017, 00:00 AM IST

  • આરતી પટેલ: પાવરફુલ ગુજરાતી નિર્માત્રી,  madhurima news in gujarati
આરતી પટેલ: પાવરફુલ ગુજરાતી નિર્માત્રી
ઓકડાઓની દુનિયામાં રાચતી વ્યક્તિ એમ.એસસી કરે, એટલું ઓછું હોય તેમ પીએચ.ડી. કરવાની તૈયારી શરૂ કરે, પણ એકાએક બધું છોડીને પ્રોડ્યુસર બનવાની જાહેરાત કરે તો...! આરતીબહેને પ્રોડ્યુસર બનવાનો નિર્ણય પરિવારમાં જણાવ્યો ત્યારે સૌને આશ્ચર્ય થયું, પરંતુ તેમના નિર્ણયને સૌએ વધાવી લીધો, કારણ કે ઘરમાં બધા પોતપોતાના પ્રોફેશનની સાથે સાથે કોઈ ને કોઈ રીતે ડ્રામા સાથે સંકળાયેલા હતા.

આરતીબહેન કહે છે, ‘મેં કોલેજમાં વિવિધ ડ્રામામાં કામ કર્યું. સિરિયલોમાં અભિનય પણ કર્યો, પરંતુ મને કેમેરા સામે કામ કરવા કરતાં તેની પાછળ રહીને કામ કરવામાં વધારે મજા આવતી, કારણ કે એમાં લખાણથી લઇને તે રજૂ થાય ત્યાં સુધીનો આધાર પ્રોડ્યુસર પર હોય છે. જ્યારે અભિનય ક્ષેત્રમાં મર્યાદા આવી જાય છે.’

આરતીબહેને અનેક ગુજરાતી સિરિયલો, વિમેન્સ ડેવલપમેન્ટ, લોકસંગીત જેવા જુદા જુદા પ્રોગ્રામનું પ્રોડ્યુસિંગ દૂરદર્શન માટે કર્યું. ગુજરાતી ફિલ્મો પણ કરી. એ દરમિયાન પોતાના જ ક્ષેત્રના પાત્ર જોડે લગ્ન કરી સેટ થઈ ગયાં. જોકે બધા દિવસો સરખા હોતા નથી. આરતીબહેન સાથે પણ એવું જ થયું. તે કહે છે, ‘હું દાયકાઓથી દૂરદર્શન માટે ફ્રીલાન્સ પ્રોડ્યુસર તરીકે કામ કરતી હતી. 2012-13માં બહારના પ્રોડ્યુસર પાસેથી કામ લેવાનું બંધ કરી દૂરદર્શન જ હવે ઇનહાઉસ કામ કરશે એવું નક્કી થયું.

મારા માટે અચાનક બધું અટકી ગયું. જોકે, થોડા સમય પછી રેડિયોમાં કામ કરવાની તક મળી. જો રેડિયોમાં કામ ન કરતી હોત તો ચોક્કસ ડિપ્રેશનમાં સરી પડી હોત. આર.જે (રેડિયો જોકી) બની. આ સિવાય પણ જીવનમાં લો પિરિયડ આવ્યા છે, પરંતુ કામ કરતા રહીએ અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખીએ તો બધું ઠીક થઈ જાય છે.’

હાલમાં ગુજરાતી ફિલ્મના પ્રોડક્શનમાં વ્યસ્ત આરતીબહેન ગુજરાતી ફિલ્મોની સ્થિતિ વિશે કહે છે, ‘સરકારની નવી પોલિસીને કારણે ગુજરાતી ફિલ્મો બનાવવાનું પ્રમાણ વધ્યું છે. લોકોને સારી ફિલ્મો જોવી ગમે છે, એ પછી ગુજરાતી હોય કે હિન્દી. ગુજરાતી ફિલ્મોને લઈને સિનારિયો બદલાઈ રહ્યો છે. તેને જાળવી રાખવા નવા પ્રકારની ફિલ્મો બનવી જોઈએ.’  તે મહિલાઓ માટે જણાવે છે કે, ‘બહેનોએ કામ કરવાના ઓપ્શન શોધવા જોઈએ. સ્ત્રી પરિવારને હેલ્ધી ફૂડ દ્વારા હેલ્ધી લાઇફસ્ટાઇલ આપી શકે છે.’
(Madhurima Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Magazines Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Article of Pratibha by Deval Thoria by Madhurima Magazine
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended