Home »Magazines »Madhurima» Article Of Parenting By Dr Ashish Choksi In Madhurima Magazine

નવજાત શિશુમાં જોવા મળતી સામાન્ય બાબતો

Dr. Ashish Choksi | Feb 21, 2017, 00:00 AM IST

  • નવજાત શિશુમાં જોવા મળતી સામાન્ય બાબતો,  madhurima news in gujarati
નવજાત શિશુમાં જોવા મળતી સામાન્ય બાબતો
બાળક જન્મે એટલે માતા-પિતા સહિત કુટુંબીજનોની બાળકની વિવિધ ક્રિયાઓ પર સતત નજર રહેતી હોય છે. અમુક બાબતો જાણવી જરૂરી છે જે કોઈ તકલીફ નથી, પણ સામાન્ય બાબતો છે. } વજન ઘટવું: બાળક જન્મે પછીના પહેલા અઠવાડિયામાં 8થી 10% જેટલું વજન ઘટે છે. નવજાત બાળકના કાળા મળનું વજન જ 200થી 250 ગ્રામ જેટલું હોય અને થોડું પાણી પણ શોષાય, આથી તેનું જે મૂળ વજન હોય તેમાં 250થી 300 ગ્રામ જેટલા વજનનો ઘટાડો પહેલા અઠવાડિયામાં દેખાય તો બિલકુલ ચિંતા ન કરવી. થોડું વજન ઘટ્યા પછી બાળક વધુ પ્રવૃત્ત જોવા મળે છે.
 
-શરીરનું તાપમાન : મોટા લોકો કરતાં નવજાત બાળકનું તાપમાન અડધાથી એક ફેરનહિટ જેટલું વધુ હોય છે. થોડું પાણી શોષાય તેનાથી તાપમાન વધે તેને ‘ડિહાઇડ્રેશન ફીવર’ કહે છે. વળી, તેને વીંટાળેલું રાખવામાં આવે છે. ઘણી વાર બાળકનું કપાળ, હથેળી અને તળિયાં વધુ ગરમ લાગે છે. બાળકને વીંટાળેલું હોય તો ખોલી નાખો. તાપમાન માપશો તો મોટે ભાગે સામાન્ય આવશે. થર્મોમીટરમાં 99.5 ફેરનહિટથી વધુ તાપમાન આવે સાથે બાળક માતાનું ધાવણ ચૂસે નહીં કે સુસ્ત લાગે તો ડોક્ટરને બતાવવું.  

-ઓછો પેશાબ :શરૂઆતના પાંચ દિવસ સુધી દિવસમાં એક કે બે જ વખત અને થોડો પીળો પેશાબ થાય તે સામાન્ય છે. છઠ્ઠા કે સાતમા દિવસથી પેશાબનું પ્રમાણ વધશે. જે બાળકને માતાનું ધાવણ પૂરતું મળતું હોય તે નવજાત શિશુનો પેશાબ એક અઠવાડિયા પછી દિવસમાં પાંચ વખતથી વધુ હોવો જોઈએ.

-શરીર પીળું દેખાવું : ત્રીજા દિવસથી જ સામાન્ય પીળું શરીર દેખાય છે. આ પીળાશ સાત દિવસ સુધી વધે છે. આઠમા દિવસથી ઘટે છે. તેમાં સહેજ પણ શંકા લાગે તો ડોક્ટરને બતાવવું. તબીબી ભાષામાં તેને ‘ફિઝિયોલોજિકલ કમળો’ કહે છે. તેનું પ્રમાણ અમુકથી વધે તો ડોક્ટર લોહીની તપાસ કરાવી જરૂરી સારવાર આપશે.

-શરીર પર લાલ ચકામાં દેખાવાં:બીજા દિવસથી જ કપાળ, હાથ અને બરડા પર રિએક્શન આવ્યું હોય તેવાં લાલ ચકામાં દેખાય. તે પણ જતા રહેશે. તેમાં કોઈ સારવારની જરૂર નથી.

-ચામડી સૂકી થવી :ખાસ કરીને પગનાં તળિયાંની આજુબાજુની ચામડી વધુ સૂકી લાગે. ડોક્ટરને બતાવી જરૂરી ઓઇલ લગાવવાની સલાહ લેવી. તે પણ દસમા દિવસ બાદ ઓછું થઈ જશે.

-ચરકે તેવા પાતળા ઝાડા:પાંચમા દિવસ પછી દિવસમાં દસ વાર કે તેથી વધુ પાતળા પાણી જેવા ઝાડા થાય. આવા ઝાડા પણ સામાન્ય છે. આ બધી બાબતો સામાન્ય છે. ચિંતા ન કરવી. નવજાત શિશુ નવી દુનિયામાં ઝડપથી ગોઠવાઈ રહ્યું છે.
(Madhurima Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Magazines Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Article of Parenting by Dr Ashish Choksi In Madhurima Magazine
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended