Home »Magazines »Madhurima» Article Of Kone Kahu By Purva Parekh In Madhurima Magazine

પતિ ઝડપથી થાકી જાય છે

Purva Parekh | Apr 17, 2017, 20:30 PM IST

  • પતિ ઝડપથી થાકી જાય છે,  madhurima news in gujarati
પતિ ઝડપથી થાકી જાય છે
-પ્રશ્ન :મારી બહેનપણીનાં લગ્ન થઈ ગયાં છે, છતાં એ જે યુવાનને પ્રેમ કરતી હતી, તેની સાથે હજી પણ સંબંધ રાખે છે. એ હવે માતૃત્વ ધારણ કરવાની છે. આ ગર્ભ કોનો હશે તે એને જાણવું છે. એ કેવી રીતે
ખબર પડે?

ઉત્તર :સૌથી પહેલી વાત તો એ કે તમારી બહેનપણીએ લગ્ન પછી પણ પ્રેમી સાથે સંબંધ રાખવાની જરૂર નહોતી. એણે પોતાના પતિ સાથે દગો કર્યો છે અને પ્રેમીની પણ જિંદગી બરબાદ કરી છે. હવે જ્યારે એ માતૃત્વ ધારણ કરવાની છે, ત્યારે કોનો ગર્ભ છે એ જાણીને કોઈ અર્થ નથી. સંતાન ગમે તેનું હોય પણ માતા માટે તો સંતાનનું જ મહત્ત્વ હોવું જોઈએ.

-પ્રશ્ન : મારા પતિને થોડા સમય પહેલાં તાવ આ‌વ્યા પછી ખૂબ જ નબળાઈ આ‌વી ગઈ છે. અમે સાથ માણીએ ત્યારે પણ એ ખૂબ ઝડપથી થાકી જાય છે. આમ કેમ થતું હશે? કોઈ ઉપાય જણાવશો.

ઉત્તર : તમારા પતિને તાવ આવ્યો એ દરમિયાન વધારે નબળાઈ આવી ગઈ હોય અને તેના લીધે એ થાકી જતા હોય એવું બને. તમે તમારા પતિને કોઈ સારા ડોક્ટરને બતાવવાનું કહો અને જરૂર લાગે તો શક્તિની દવા પણ લેવાનું જણાવો.

-પ્રશ્ન : અમે થોડા સમય પહેલાં ફરવા ગયાં ત્યારે મારી પત્નીનો એક મિત્ર મળ્યો હતો. એ બંને કોલેજમાં સાથે હતાં. એના દ્વારા મને જાણવા મળ્યું કે મારી પત્ની કોલેજમાં અન્ય કોઈને પ્રેમ કરતી હતી. મને હવે શંકા જાય છે કે એ બંને વચ્ચે હજી પણ પ્રણયસંબંધ હશે? કેવી રીતે જાણવું?

ઉત્તર :તમે જે સાંભળ્યું એ તમારી પત્નીના કોલેજકાળના મિત્ર પાસેથી જાણ્યું છે. એ વિશે મનમાં કોઈ પ્રકારની શંકા કરતા પહેલાં એક વાર તમારાં પત્નીને પૂછી જુઓ. ઘણી વાર આવી વાતો સુખી દંપતી વચ્ચે તિરાડ પડાવવા માટે પણ લોકો કરતા હોય છે. માટે કોઈ પણ પગલું ભરતા પહેલાં એક વાર પત્ની સાથે તમામ સ્પષ્ટતા કરી લો તે વધારે સારું રહેશે.
(Madhurima Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Magazines Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Article of Kone Kahu by Purva Parekh In Madhurima Magazine
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended