Home »Magazines »Madhurima» Article Of Diet By Liza Shah In Madhurima Magazine

માઇગ્રેનમાં જરૂરી પોષકતત્ત્વો

Liza Shah | Feb 21, 2017, 00:00 AM IST

  • માઇગ્રેનમાં જરૂરી પોષકતત્ત્વો,  madhurima news in gujarati
માઇગ્રેનમાં જરૂરી પોષકતત્ત્વો
પાણી એ સૌથી અગત્યનું પોષકતત્ત્વ છે. શરીરની મહત્ત્વની કામગીરી માટે પાણી જરૂરી છે. ડિહાઇડ્રેશન એટલે કે શરીરમાં જ્યારે પાણી ઓછું થાય ત્યારે માઇગ્રેન થવાના ચાન્સ વધી જાય છે. જેઓને વારંવાર માઇગ્રેનનો દુખાવો થતો હોય તેમણે પાણી પીવાનું યાદ રાખવું જરૂરી છે. સ્ત્રીઓએ ઓછામાં ઓછું 8થી 9 ગ્લાસ અને પુરુષોએ 10-12 ગ્લાસ પાણી પીવું જરૂરી છે. જાણવા જેવું છે કે કિંમતમાં કાંઈ જ નહીં અને કેલરીમાં પણ ઓછું 0 એવું પાણી માઇગ્રેનના પેશન્ટ માટે ખૂબ જ ઉપયોગી છે.

ઉપરાંત લિક્વિડમાં ગ્રીન ટી, હર્બલ ટી અથવા દૂધ પણ માઇગ્રેન માટે ઉપયોગી છે. પાણીની જગ્યાએ સોડા, ઠંડાં પીણાં અથવા ચા કોફીનો ઉપયોગ ઓછો કરવો. તેમાં ખાંડ વધુ હોય છે અને કેલરી વધી જાય છે. ઘણી વખત વધુ પડતાં ચા-કોફીના ઉપયોગના કારણે માઇગ્રેન વધી જાય છે. આથી બને ત્યાં સુધી આવા પીણાંનો ઉપયોગ ઓછો કરવો જોઇએ.

-હેલ્ધી ફેટ:રોજિંદા ખોરાકમાં હેલ્થી ફેટ ઉમેરવાથી શરીરમાં ઇમ્ફેમેશન દૂર થાય છે. જેના કારણે માઇગ્રેન થતા અટકે છે. ઓમેગા-3થી ભરપૂર ખોરાક જેમ કે ફ્લેક્સસીડ્ઝ અથવા ફેટી ફિશ અથવા ઓલિવ ઓઇલમાં આવેલા મોનોસેચ્યુરેટેડ ફેટથી માઇગ્રેનના એટેક ઓછા થાય છે અને તેની તીવ્રતા  પણ ઓછી હોય છે એટલે કે તેમાં પેઇન પણ ઓછું થાય છે.

-વિટામિન ‘બી’વાળો ખોરાક: વિટામિન ‘બી’વાળો ખોરાક ખાવાથી શરીરમાં એનર્જી લેવલ જળવાઇ રહે છે. બેઝિક એનર્જી ઓછી હોય તો માઇગ્રેનના એટેક અવારનવાર આવે છે. ફક્ત ખોરાક એટલે કે હોલ-ગ્રેઇન (આખું અનાજ) સિરિયલ જેમાં વિટામિન ‘બી’ ઉમેરવામાં આવ્યાં હોય અથવા મશરૂમ્સ, બ્રોકોલી, પાલક વગેરેમાં રિબોફ્લોવિન (વિટામિન-બી) ભરપૂર પ્રમાણમાં આવેલાં છે. ઉપરાંત, જે લોકોમાં ઓછી એનર્જી હોય તેવા લોકો વિટામિન-‘બી’ની ગોળીઓ પણ લઈ શકે છે.

-મેગ્નેશિયમ: મેગ્નેશિયમથી ભરપૂર ખોરાક લેવાથી પણ માઇગ્રેનમાં ફાયદો થઈ શકે છે. ખાસ કરીને મહિલાઓને માસિકસ્રાવની આસપાસના સમય દરમિયાન થતા માઇગ્રેનના એટેકને મેગ્નેશિયમ લઈને દૂર રાખી શકાય છે. પાલક, શક્કરિયાં, બટાકા, તાંદળજો,  સનફ્લાવર સીડઝ, બ્રાઉન રાઇસ અને આખા અનાજમાં મેગ્નેશિયમ આવેલું છે. આવો મેગ્નેશિયમથી ભરપૂર ખોરાક ખાવાથી માઇગ્રેનનો હુમલો થવાની સંભાવના ઓછી રહે છે.
(Madhurima Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Magazines Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Article of Diet by Liza Shah In Madhurima Magazine
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended