Home »Magazines »Madhurima» Article Of Adhikar By Pratibha Thakkar In Madhurima Magazine

લીવ ઇનમાં રહેતી અપરિણીત સ્ત્રીને પત્ની જેટલા અધિકાર મળે

Pratibha Thakkar | Feb 21, 2017, 00:00 AM IST

  • લીવ ઇનમાં રહેતી અપરિણીત સ્ત્રીને પત્ની જેટલા અધિકાર મળે,  madhurima news in gujarati
લીવ ઇનમાં રહેતી અપરિણીત સ્ત્રીને પત્ની જેટલા અધિકાર મળે
થોડા સમય પહેલાં નીમા વગર લગ્ને નરેશ સાથે રહેતી હતી. નરેશ અને નીમા બંને પતિ પત્ની તરીકેના હકો ભોગવી એ પતિ-પત્ની જ હોય એમ રહેતાં હતાં. બંનેનું સ્ટેટસ અપરિણીત જ હતું. બેમાંથી કોઈ અન્ય કોઈના પતિ કે પત્ની ન હતાં, પણ કોઈ વાતમાં મતભેદ થતાં બંને વચ્ચે ઝઘડો થતાં છૂટાં પડ્યાં અને નીમાએ પોતાના ભરણપોષણ અને અન્ય હક માટે કોર્ટમાં અરજી કરી. નીચેની કોર્ટે લગ્ન કાયદેસરના ન હોય પતિની જવાબદારીમાંથી નરેશને મુક્ત કર્યો. નીમાએ ઉપરની કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો અને નીમાની તરફેણમાં ચુકાદો આવ્યો અને પત્ની તરીકેના હક મેળવ્યા.

આ માટે સુપ્રીમ કોર્ટે 2015માં આપેલો ચુકાદો રસપ્રદ છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતાં જણાવ્યું કે, અપરિણીત કપલ કે જે એક છત નીચે જીવે છે એને માટે એમણે લગ્ન કરેલાં છે એવું અનુમાન કરી શકાય અને સ્ત્રી એ પુરુષના મૃત્યુ પછી પતિની મિલકતમાં હોય એમ જ કાયદેસરની વારસદાર તરીકે લાયકાત ધરાવતી ગણી  શકાય. જસ્ટિસ એમ.વાય.ઇકબાલ અને જસ્ટિસ અમિતાવા રોયની બેન્ચે નોંધ્યું કે, જ્યારે સ્ત્રી અને પુરુષ લાંબા સમય સુધી સાથે રહ્યાં હોય ત્યારે કપલનું લગ્ન થયાંનું અનુમાન કરી શકાય.

આ વાત પુરવાર કરવાની જવાબદારી જે એની કાયદેસરતાને નકારતા હોય એના પર છે. આ કેસમાં જે પુરુષ (ગ્રાન્ડ ફાધર) હતો એ એની પત્નીનાં અવસાન પછી 20 વર્ષ સુધી એક સ્ત્રી સાથે રહેતો હતો તકરાર એવી લેવામાં આવી કે, તે સ્ત્રી તેના દાદાની કાયદેસર પરિણીત પત્ની ન હતી, પણ તેઓની રખાત હતી. જોકે, સ્ત્રી પોતે પત્ની હોવાનું પુરવાર ન કરી શકી, પણ કોર્ટે અનુમાન કર્યું કે, તે કાયદેસર પત્ની જ કહેવાય.

જ્યારે એના ફેમિલી મેમ્બર્સે સ્વીકાર્યું છે કે એમના દાદાને એ સ્ત્રી સાથે સંબંધો હતા અને તે સંયુક્ત કુટુંબમાં સાથે જ રહેતી. સુપ્રીમ કોર્ટે ફરી આ રૂલિંગ આપ્યું કે સાથે રહેતાં કપલમાં સ્ત્રીને કાયદેસરના લગ્નની એક પત્ની જેટલા જ કાયદેસરના  હક મળે. 2013માં સુપ્રીમ કોર્ટે ડોમેસ્ટિક વાયોલન્સ હેઠળ લીવ ઇન રિલેશન્સમાં રહેતી સ્ત્રીના રક્ષણ માટે ગાઇડલાઇન જાહેર કરી છે. લાંબા સમયથી સાથે રહેતાં હોય, જીવવાની અન્ય જરૂરી સુવિધાઓ સાથે ઘરમાં સાથે રહેતાં હોય.

ઉપરાંત સુપ્રીમ કોર્ટ અનુસાર લાંબા સમયથી સાથે રહેતાં હોય અને જે સંતાન થાય એ ગેરકાયદેસર ન ગણાય અને એવું જરૂરી નથી કે, તેઓએ દરેક કસ્ટમરી રિવાજો પરિપૂર્ણ કર્યા હોય, પણ મહત્ત્વની વાત એ છે કે સાથે રહેતી હોય એ જરૂરી છે, પણ એમાં મિસ્ટ્રેસનો સમાવેશ
થતો નથી.
 
(Madhurima Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Magazines Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Article of Adhikar by Pratibha Thakkar In Madhurima Magazine
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended