Home »Magazines »Sunday Bhaskar» Apas Ki Baat By Rajkumar Keshwni In Sunday Bhaskar

આખરે ચોપરા સાહેબે ઘર છોડવું પડ્યું

Rajkumar Keshwni | Apr 15, 2017, 20:43 PM IST

  • આખરે ચોપરા સાહેબે ઘર છોડવું પડ્યું,  sunday bhaskar news in gujarati
આખરે ચોપરા સાહેબે ઘર છોડવું પડ્યું
મારા પિતા એકાઉન્ટ ઓફિસર હતા. તેમના કેટલાક બિઝનેસ ફ્રેન્ડ્સ હતા. તેમણે મને કહ્યું કે તું કહાની લખે છે તો ફિલ્મ કેમ નથી બનાવતો?’ (બી.આર. ચોપરા) એ પછી વાતચીત શરૂ થઈ ગઈ અને ફિલ્મનું કામ પણ શરૂ થઈ ગયું. બી.આર. ચોપરાની ભૂમિકા એમાં ઈંતઝામ કરનારની વધારે હતી. ફિલ્મના ડાયરેક્ટર તરીકે અન્ય કોઈને સાઈન કરવામાં આવ્યા હતા. હા, એક રસપ્રદ વાત એ કે એ સમયે સંગીતકાર ખય્યામ બી.આર. ચોપરા સાથે છ મહિના સુધી આસિસ્ટન્ટ તરીકે કામ કરતા રહ્યા.

બીજી વાત એ પણ હતી કે આ ફિલ્મ કે જેનું નામ ‘ચાંદની ચોક’ રાખવામાં આવ્યું હતું એના સંગીતકાર જી.એ. ચિશ્તી હતા. લોકો તેમને આદરપૂર્વક બાબા ચિશ્તી કહેતા હતા. પછીથી ખય્યામ સાહેબ આ બાબા ચિશ્તીના આસિસ્ટન્ટ બની ગયા હતા. જે સમયે ફિલ્મ બનાવવાની તૈયારીઓ ચાલી રહી હતી, એ વખતે દેશના ભાગલાની તૈયારીઓ પણ જોર શોરથી શરૂ થઈ ચૂકી હતી. બી.આર. ચોપરાની ફિલ્મ ‘નયા દોર’ (1957)માં ભલે મોટરગાડીથી ટાંગાગાડી જીતી જતી હોય, પણ અસલ જિંદગીમાં ભાગલાની જીત થઈ અને ચોપરા સાહેબ હારી ગયા.
 
જે દિવસે ફિલ્મના પહેલા ગીતનું રેકોર્ડિંગ હતું, એ દિવસે લાહોરમાં સાંપ્રદાયિક દંગા શરૂ થઈ ગયા હતા. ઘણા સમય બાદ વિવિધ ભારતી પર કમલ શર્મા સાથેની વાતચીતમાં ચોપરા સાહેબે કહ્યું હતું કે કેવી રીતે રેકોર્ડિંગવાળી તારીખે એટલે કે 3 માર્ચ, 1947ના રોજ દંગા શરૂ થયા હતા કે જે અટકવાનું નામ લેતા નહોતા. આવા સમયે ફિલ્મ બનાવવાનું તો દૂર લાહોરમાં રહેવું પણ અશક્ય હતું. આખરે ચોપરા પરિવારે ઘર છોડવું પડ્યું. લાહોરથી નીકળીને તેઓ પહોંચ્યા જલંધર. અહીં તેમનું જૂનું ઘર હતું.

‘ચાંદની ચોક’ના ફાઈનાન્સર પણ આ શહેરમાં આવી પહોંચ્યા. બાકીના લોકોની જેમ તેઓ પણ કામકાજ વગર બેસી રહ્યા, ભવિષ્યની ચિંતામાં ડૂબેલા રહેતા. એક દિવસ આ જૂની ટીમ ભેગી થઈ ત્યારે નિર્ણય લીધો કે આ ફિલ્મ બનાવવામાં આવે. હિંમત ભેગી કરીને તેમણે બોમ્બેની વાટ પકડી. બોમ્બે આવી ગયા. ‘ચાંદની ચોક’ સબ્જેક્ટ પર આગળ કામ ન કર્યું કારણ કે એ તો એક ગ્લેમરસ અને કોશ્ચ્યૂમ પિક્ચર હતી. તેથી અન્ય એક સબ્જેક્ટ શોધ્યો. વધુ એક ડાયરેક્ટરની પસંદગી કરી. એ જમાનાની બહુ મોટી આર્ટિસ્ટ હતી,

ગીતા નિઝામી. તેણે આ ફિલ્મમાં કામ કર્યું. પિક્ચર ખરાબ રીતે પીટાઈ ગઈ. રોડ પર આવી ગયા. પત્નીનાં ઘરેણાં પણ ગિરવે હતાં. (બી.આર. ચોપરા- કમલ શર્મા ઈન્ટરવ્યૂ)
ચોપરા સાહેબની પીડાનો અહેસાસ એ વાત પરથી લગાડી શકાય કે આખી વાતચીતમાં તેમણે એ ફ્લોપ ફિલ્મનું નામ સુધ્ધાં લીધું નહીં. અને એ પિક્ચરનું નામ હતું, ‘કરવટ’. આ વિશે વધુ વાત કરીશું આવતા અંકે.
(Sunday Bhaskar Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Magazines Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Apas Ki Baat by Rajkumar Keshwni in Sunday Bhaskar
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended