Home »Literature »Navalika» Article Of Suspense By Manhar Ravaiya In Kalash Magazine

પુરાવો-કોલ્ડ્રિંકના ખાલી ગ્લાસ અને મગના ફિંગરપ્રિન્ટ મળી ગયા

Manhar Ravaiya | Apr 18, 2017, 19:56 PM IST

  • પુરાવો-કોલ્ડ્રિંકના ખાલી ગ્લાસ અને મગના ફિંગરપ્રિન્ટ મળી ગયા,  navalika news in gujarati
નિહારિકા બંગ્લોઝ નંબર સાતમાં રહેતા પરેશકુમાર રાઠોડના સાત વર્ષના પુત્ર કરણે ઘરે આવી ડોરબેલની સ્વીચ દબાવી, પણ બારણું ખૂલ્યું નહીં કે ન કશો સળવળાટ થયો. એ મૂંઝાણો કે મમ્મી આટલી વાર સુધી સૂવે નહીં. એણે પાડોશમાં આજુબાજુ જાણ કરી. કશું શંકાસ્પદ લાગતાં ભેગા થયેલાઓમાંથી પોલીસ સ્ટેશને જાણ કરી.

પરેશ કોઈ વીમા કંપનીમાં ડી.ઓ. તરીકે સર્વિસ કરતો હતો. પરિવારમાં પત્ની વૈશાલી અને પુત્ર કરણ કુલ ત્રણ સભ્યો જ હતા. એક છોકરાની મા હોવા છતાં વૈશાલી હજુ છોકરી જેવી લાગતી હતી. પોલીસ અધિકારી રાજદેવ અને એમના કાબેલ કર્મીઓ આવતાં બંગલાનું બારણું તોડી નખાયું. અંદર પ્રવેશતાં કરણે મમ્મી એમ બૂમ પાડી, પણ વૈશાલી હતી નહીં, પણ ડબલ બેડના સેટી પલંગમાં વૈશાલીની લાશ હતી. કોઈએ એની હત્યા કરી હતી.

રાજદેવ સાહેબે બેડરૂમનું નિરીક્ષણ શરૂ કર્યું. રૂમમાં તેમજ અલમારીમાં બધું અસ્તવ્યસ્ત દશામાં પડ્યું હતું. રૂમનું બારણું ખુલ્લું હતું. ટેબલ પર બે મગ પડ્યા હતા. બેડની ચાદર પણ સાવ ચોળાઈ ગયેલી હતી. રાજદેવ સાહેબને વૈશાલીની હત્યા ગળું દબાવી કર્યાનું જણાયું. ત્યાં ફોટોગ્રાફર અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ આવી ગયા. લાશના ને રૂમની અન્ય વસ્તુ પરની ફિંગર પ્રિન્ટ લેવાઈ.
ત્યાં સુધીમાં નજીકના શહેરમાં ગયેલ પરેશ આવી પહોંચ્યો.

અન્ય તમામ કાર્યવાહી પૂર્ણ થતાં લાશ રવાના કરાઈ. રૂમને સીલ કરી બંધ કરવામાં આવ્યો. હવે પરેશની માનસિક હાલત જોતાં તેનું નિવેદન બાકી રખાયું. પરેશને કંપનીના કામે મોટા ભાગે બહાર જવું પડતું હતું. તેથી વૈશાલી જ ઘરનો સઘળો વ્યવહાર ચલાવતી હતી. ટૂંકમાં, એક આનંદ, મૌજ, કિલ્લોલ કરતો એ પરિવાર હતો. પરેશનો સાઢુભાઈ વિરેન નગરના પરામાં રહેતો હતો. એ વૈશાલીની નાની બહેન દિવ્યાને લઈને આવી પહોંચ્યો.

બીજાં અન્ય સગાંસંબંધીઓ આવ્યાં અને હોસ્પિટલેથી મળેલી વૈશાલીની લાશના અંતિમ સંસ્કાર કરાયા.  બીજા દિવસે પરેશનું નિવેદન લેવાયું. એમાંય રાજદેવ સાહેબને કોઈ દિશાસૂચક રસ્તો મળ્યો નહીં. એટલે હત્યારાને શોધવા માટે એમણે પરેશના પરિવારની ખાનગીમાં માહિતી મેળવી. વિરેન અને દિવ્યા બન્ને વૈશાલી પાસે અવારનવાર આવીને રોકાતાં. બન્ને સાઢુભાઈ પરેશ અને વિરેનને સારું બનતું હતું. દિવ્યા અને વિરેનનાં લગ્ન હજુ બે વર્ષ પૂર્વે થયાં હતાં. વિરેનને ઓટો પાર્ટ્સની દુકાન હતી.

વિરેન નવરાશની પળોમાં વૈશાલી પાસે આવતો. કોઈ કામકાજ હોય તો પૂછતો, કારણ પરેશને કંપનીના કામે બહાર જવાનું વધુ થતું હતું. હવે આ તરફ તપાસ કરી રહેલ રાજદેવ સાહેબે નિહારિકા બંગ્લોઝમાં લગાવેલ તમામ સીસી ટીવી કેમેરા ગેટ પરના સહિત ચેક કર્યા. તો એમને એક સફળતા મળી. એક સફેદ કારમાં બપોરે એકની આસપાસ વૈશાલી મેડમ દેખાયાં, પણ સનગ્લાસ હોવાથી કારચાલક ઓળખાયો નહીં.

હવે પરેશ અને વિરેનને સાહેબે સફેદ કાર બારામાં પૂછ્યું, તો એમના કહેવા મુજબ સફેદ કલર અને એ જ મોડલની કાર એમના ત્રણ સંબંધી પાસે હતી. ચોથી ખુદ વિરેન પાસે સફેદ કલરની એ જ મોડલની કાર હતી. છતાં સાહેબે પરેશના એ તમામને બોલાવ્યા. એમની પૂછપરછ કરી કોલ્ડ્રિંક આપ્યું અને સૌને જવા દીધા. રાજદેવ સાહેબની સૂચના મુજબ કોલ્ડ્રિંકના દરેક ખાલી ગ્લાસ પરના ફિંગરપ્રિન્ટ વૈશાલીના રૂમમાં મળેલ મગ સાથેના ફિંગરપ્રિન્ટ મેળવ્યા અને સાહેબને સફળતા મળી.

એમાં કોલ્ડ્રિંકના પહેલા જ ખાલી ગ્લાસ અને મગના ફિંગરપ્રિન્ટ મળી ગયા જે ગ્લાસ વિરેનનો હતો. બસ, તરત એને ઘરેથી ઝડપી લવાયો, પણ એણે કહ્યું કે સાહેબ મને પોતાને જ વૈશાલી પર ખૂબ જ આદરભાવ છે, હું શા માટે એની હત્યા કરું? મેં વૈશાલીની હત્યા નથી કરી આવું એનું બોલવું સાંભળી રાજદેવે મોટા અવાજે કહ્યું, ‘વિરેન, તને વૈશાલી પર આદરભાવ હતો એટલે જ તેં એની હત્યા કરી લાગે છે. એના બેડરૂમમાં મગ પર, વૈશાલીના ગળા પર તેમજ અન્ય વસ્તુ પર તારા ફિંગરપ્રિન્ટ મોટો પુરાવો છે કે હત્યા તેં કરી છે બોલ.’

બસ, આ જ એક પુરાવાના આધારે વિરેન ભાંગી પડ્યો. એણે ગુનો કબૂલ કરતાં કહ્યું કે સાહેબ, હું સુંદર વૈશાલીને એકતરફી પ્રેમ કરતો હતો. એ દિવસે મેં વૈશાલીને પ્રપોઝ કરી શરીરસંબંધ બાંધવા કહ્યું. એ માની નહીં ત્યારે એની પર જબરજસ્તી કરી. પછી મારી ઇજ્જત ન જાય એ માટે મેં જ ગળું દબાવી વૈશાલીની હત્યા કરી. હું પાછળ નીચેના બારણેથી નીકળી ગયેલો.
 
(Navalika Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Literature Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Article Of Suspense By Manhar Ravaiya In Kalash Magazine
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended