Home »Literature »Navalika» Article Of Suspense By Manhar Ravaiya In Kalash Magazine

નક્કર પુરાવો: રેખા એના કોઈ બોયફ્રેન્ડ સાથે ફોનમાં વાત કરી રહી હતી

Manhar Ravaiya | Dec 14, 2016, 03:42 AM IST

  • નક્કર પુરાવો: રેખા એના કોઈ બોયફ્રેન્ડ સાથે ફોનમાં વાત કરી રહી હતી,  navalika news in gujarati
હિંમતલાલના મોબાઇલમાં રિંગ આવી. એમણે જોયું તો તેમના જમાઈ દિલીપકુમારનો કોલ હતો. હિંમતલાલે કોલ રિસીવ કરતાં કહ્યું, ‘બોલો દિલીપકુમાર!’, ‘પપ્પા, રેખાને ફોન આપોને મારે એની સાથે વાત કરવી છે.’, ‘પણ રેખા પાસે તો મોબાઇલ છેને?’, ‘મેં બહુ ટ્રાય કર્યો, પણ એનો મોબાઇલ સ્વીચ ઓફ છે.’, ‘પણ બેટા, અત્યારે રેખા બહાર ગઈ છે. બોલો શું કામ છે. એ આવશે એટલે વાત કરાવીશ.’

રેખા હિંમતલાલની ખૂબ જ લાડકી પુત્રી હતી. હિંમતલાલને બાલાપુરમાં મેડિકલ કમ જનરલ સ્ટોર હતો. પોતે અને પત્ની વર્ષાબહેનનું એકમાત્ર સંતાન એટલે રેખા. જેને નજીકના શહેર વિજયનગર વિરાજી શેઠના પુત્ર દિલીપકુમાર સાથે પરણાવી હતી. રેખા પોતે બચપણથી જ આધુનિકતાના રંગે રંગાયેલી હતી. વેસ્ટર્ન સ્ટાઇલથી હરવું-ફરવું બોયફ્રેન્ડ્સ સાથે લાંબી વાતો ફોન પર કરવી. જેનો કડવો અનુભવ પહેલી જ રાત્રે દિલીપકુમારને થયેલો. જ્યારે એ સજાવેલ રૂમમાં પ્રવેશ્યો ત્યારે રેખા એના કોઈ બોયફ્રેન્ડ સાથે ફોનમાં વાત કરી રહી હતી. હવે આવી અલ્લડ રેખા સાથે થોડો સમય સારું ચાલ્યું, પણ દિલીપકુમારના મનમાં રેખાને અન્ય યુવકો સાથે અફેર હશે એ શંકાનો સાપ ફેણ માંડીને બેઠો થયો. આમાંથી બન્ને વચ્ચે ઝઘડા શરૂ થયા. ત્યારે કંટાળીને છેલ્લા એક મહિનાથી રેખા બાલાપુર આવીને રહેતી હતી.

હવે ઉપરોક્ત વાત જે હિંમતલાલ અને દિલીપકુમાર વચ્ચે થઈ રહેલી એ સાંભળી હર્ષાબહેને રસોડામાંથી આવીને કહ્યું, ‘દિલીપકુમારને કહોને એ તમે ફોન કરીને વિજયનગર બોલાવી હતી, તેથી એ સવારની તમને મળવા માટે જાઉં છું એમ મને કહીને ગઈ છે.’, ‘પણ મારી પાસે એ આવી જ નથી. એટલે તમને ફોન કર્યો’ સવારની દિલીપકુમારને મળવા ગયેલી રેખા હજુ ત્યાં પહોંચી નથી એ જાણીને વર્ષાબહેનના મનમાં ઉચાટ થઈ રહ્યો. તેમણે કહ્યું, ‘તમને મળી નથી તો રેખા ક્યાં ગઈ હશે?’, ‘ગઈ હશે એના કોઈ દોસ્તને મળવા. એ સાવ બગડી ગઈ છે. લ્યો, હું આવું છું.’ પછી દિલીપકુમાર આવતાં હિંમતલાલે, તેમના સ્નેહીઓ અને દિલીપે રેખાની શોધખોળ કરી, પણ પરિણામ શૂન્ય આવ્યું.

અંતે પોલીસખાતામાં રેખાનો એક ફોટો આપી એ ગુમ થયાની ફરિયાદ લખાવી. એટલે પોલીસ અધિકારી રાજદેવ સાહેબે તરત જ નજીકના પોલીસ સ્ટેશને જાણ કરી. વિજયનગર પોલીસ સ્ટેશનેથી પી.આઈ. ચૌધરીનો ફોન આવ્યો કે તમારા વર્ણન મુજબની એક સ્ત્રીની લાશ મળી છે, જે મુખ્ય કેનાલમાં તણાઈને આવેલ ટ્રોલીબેગમાં હતી. આથી રાજદેવ સાહેબે જાણ કરી ને હિંમતલાલ, વર્ષાબહેન અને દિલીપકુમાર ત્યાં આવી પહોંચ્યાં. જોયું તો એ લાશ રેખાની જ હતી. ત્રણે રડી પડ્યાં. તેમને શાંત કરી પોલીસ કાર્યવાહી શરૂ થઈ. હવે કેસ હત્યાનો થઈ ગયો હતો. સાહેબે રેખાના હત્યારાની શોધની તપાસ દિલીપકુમારથી કરી. એના કહેવા મુજબ બિન્ધાસ્ત રેખાને બે-ત્રણ બોયફ્રેન્ડ હતા. તેઓની પણ રાજદેવ સાહેબે પૂછપરછ કરી તો એમાં કોઈ શંકા જેવું લાગ્યું નહીં.
 
હા, તેમાં એક પ્રવીણ કેશવ પીકે નામનો દબંગ મિત્ર મળ્યો નહીં. બીજા દિવસે રાજદેવ સાહેબ રેખાના હત્યારાનું પગેરું મેળવવા મનોમંથન કરી રહ્યા હતા. ત્યારે એમને પેલી ટ્રોલીબેગ યાદ આવી જેમાંથી રેખાની લાશ મળી હતી. એ બેગ મંગાવી રાજદેવ સાહેબે તેનું નિરીક્ષણ પૂર્ણ કર્યું ને બેગ કબાટમાં મૂકી અને એમણે બહાર નીકળવાની તૈયારી કરી ત્યાં જ દિલીપકુમાર આવ્યો. રાજદેવ સાહેબે એને આવકારતાં કહ્યું, ‘આવો મિ. દિલીપ, શું સમાચાર છે?’, ‘સાહેબ, પીકે આવી ગયો છે’, ‘એની હવે જરૂર નથી. રેખાનો હત્યારો અમારા સકંજામાં આવી ગયો છે. નક્કર પુરાવા સાથે.’

‘વેરીગુડ સાહેબ, નક્કર પુરાવો હોય તો પછી એને એરેસ્ટ કરોને, શું પુરાવો છે એ તો બતાવો.’ ‘બસ, સમજી લ્યોને એ એરેસ્ટ થઈ ગયો છે. નક્કર પુરાવો ટ્રોલીબેગ છે. જેમાં હત્યારો ટ્રોલીબેગનું પોતાના નામનું બિલ બેગમાંથી કાઢી લેવાનું ભૂલી ગયો છે.’ સાંભળતાં જ દિલીપનું બ્લડપ્રેશર વધી ગયું. જીભ ઝલાવા લાગી. ‘કેમ દિલીપ, તારી તબિયત તો સારી છેને, કારણ બિલ તમારા નામનું છે.’ દિલીપ ભાગ્યો પણ બહાર પોલીસે એને એરેસ્ટ કરી લીધો. રેખાની હત્યા કબૂલ કરતાં એણે કહ્યું કે, ‘મારી બે ભૂલોએ મને ફસાવ્યો. એક, મેં રેખાને બોલાવી હતી એ બીજાને કહેવાની ના પાડી હતી. અને બીજી, ટ્રોલીબેગનું બિલ બેગમાં રહેવા દીધું.’
(Navalika Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Literature Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Article Of Suspense By Manhar Ravaiya In Kalash Magazine
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended