Home »Literature »Navalkatha» Article Of Navalkatha Ashwathama Chapter By Dr Pradeep Pandya

આ શહેરની ભવ્યતા પાસે પાંચાલનું કાપિલ્ય તો કંઇ ન હતું. તેની પ્રજા કેટલી સુખી હશે?

Dr Pradip Pandya | Mar 26, 2017, 19:10 PM IST

તેઓ હસ્તિનાપુર પહોંચ્યા ત્યારે તેની ભવ્યતા જોઇને અશ્વથામા દંગ રહી ગયો. આ શહેરની ભવ્યતા પાસે પાંચાલનું કાપિલ્ય તો કંઇ ન હતું. મોટી મોટી હવેલીઓ અને મહેલો, તેની બહાર ઝૂલતા હાથીઓ અને અશ્વો અને નોકરોની દોડાદાડી. કોઇ શહેર આવું પણ હોઈ શકે તેની કલ્પના તેને હતી જ નહિ. તે તો જંગલના આશ્રમમાં ઉછેર્યો હતો અને વૈભવ જોયો ન હતો. દ્રોણ અને કૃપિ માટે આની નવાઇ ન હતી. ’પિતા, આ શહેર આટલું ભવ્ય છે તો તેની પ્રજા કેટલી સુખી હશે અને રાજા કેટલો શક્તિશાળી હશે?’

’વત્સ, આપણા આ દેશનું નામ ભારત પડ્યું છે તેઓ સમ્રાટ દુશ્યંત અને કણ્વ ઋષિની પુત્રી શંકુતલાના પુત્ર હતા. તેઓએ સમગ્ર પૃથ્વી જીતી હતી અને તેઓ જ્યારે મેરુ પર્વત પર ગયા, જે પૃથ્વીનું કેન્દ્ર ગણાય છે, ત્યારે ત્યાં તેઓ એક વિજયી સમ્રાટ તરીક ધ્વજ ફરકાવવા ગયા હતા, ત્યાં તેઓએ જોયું કે તે પર્વત પર અસંખ્ય ધજાઓ ફરકી રહી છે, તેઓને થયું કે આ સમ્રાટો સામે પોતે કંઇ નથી, તેઓ પાછા આવ્યા અને સન્યાસ લીધો, તેઓનો પુત્ર સમ્રાટ ભુમાયુ અને ત્યાર પછી હસ્તી સમ્રાટ થયા અને તેઓએ હરદ્રારની દક્ષિણે લગભગ ૪૦ કોષ દૂર આ શહેર વસાવ્યું અને તેનું નામ હસ્તિનાપુર પાડ્યું.

હસ્તીએ ત્રીગ્રેટાના રાજાની પુત્રી યશોધરા સાથે વિવાહ કર્યા. વત્સ, એમ માનવામાં આવે છે કે હસ્તિનાપુરમાં જે છે તે બીજે ક્યાંય નથી, આ શહેર ૮૬,૫૦૦ વર્ષ જૂનું છે. આટલી જાહોજલાલી તો સામાન્ય છે. તેઓ રાજમહેલના કમ્પાઉન્ડમાં આવ્યા, ત્યાં અનેક બાળકો દડા સાથે રમતા હતા. રમતા રમતા દડો એક ઊંડા કૂવામાં પડી ગયો. બાળકોએ પુષ્કળ પ્રયત્નો કર્યા પણ દડાને બહાર કાઢી શક્યા નહિ. દ્રોણે આ જોયું. તેઓ કૂવા પાસે ગયા, દડાને જોયો અને ભાથામાંથી તીર કાઢ્યું અને દડા તરફ તાકીને છોડ્યું,

આમ એક પછી એક તીર છોડતા ગયા. દરેક તીર તેના આગળના તીર સાથે જોડાયું અને છેવેટે છેલ્લા તીરથી તેઓ કૂવાની ધાર પર આવી ગયા. દ્રોણે બધા તીર બહાર કાઢ્યા અને તે સાથે દડો બહાર આવ્યો. દ્રોણે હસીને દડો રાજકુમારોને આપ્યો, તેઓ ખુશ થઇ ગયા અને રમવા લાગ્યા. આ બધું દૂર ઉભેલ કૃપાચાર્ય જોતા હતા, તેઓ નજીક આવ્યા. દ્રોણને ઓળખ્યા.
આગળ વાંચો, વધુ વિગતો
(Navalkatha Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Literature Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Article Of Navalkatha Ashwathama Chapter By Dr Pradeep Pandya
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended