Home »Literature »Navalika» Article Of Halvas By Jigisha Trivedi In Madhurima Magazine

છોકરાવાળાને નાસ્તો કરાવવાનું ટેન્સિન

Jigisha Trivedi | Apr 17, 2017, 20:38 PM IST

  • છોકરાવાળાને નાસ્તો કરાવવાનું ટેન્સિન,  navalika news in gujarati
છોકરાવાળાને નાસ્તો કરાવવાનું ટેન્સિન
આવી શીતળ ચાંદનીમાં ક્યાં હેંડ્યાં સવિતાબેન?’ સવિતામાસીને જતાં જોઈને કંકુમાસીએ સ્વાભાવિક પૃચ્છા કરી. સવિતામાસી આકરે પાણીએ થયાં, ‘બસને, કર્યોને ‘ક્યાં-કારો!’ હવે જો કામ સક્શેશ નઈ જાય, તો ઓળિયોઘોળિયો તમારે માથે જ.’  ‘તે તમારે વળી કયો કોન્ટ્રાક્ટ સાઇન કરવાનો છે, તે આટલું અમથું પૂછ્યું એમાં ચિડાઈ ગ્યાં?’  ‘તે ચિડાઈ જ જાયને. રૂપિયાનો નહીં, કોકના જીવનનો સવાલ છે આમાં તો!’  ‘જાયદાદ ઉપર સહી કરવાની છે?’

‘કોકના કોર્ટકેસમાં જામીન તરીકે સહી...’ ‘અરે! શું બધાં ક્યારુનાં સહી સહી મંડ્યાં છો? માણહને સહી સિવાય કોઈ અગત્યનાં કામ જ ના હોય?’ ‘તાણ પછી તમાર શેમાં સક્શેશ મેળબ્બાનું છે?’ ‘મારે તો કશુંય નથી મેળવવાનું, પણ...’ કહેતાં કંકુમાસીએ યુદ્ધનો શંખ ફૂંક્યો, ‘એટલે, તમે ‘કોક’ના કામે જાવ છો અને કામ ના થાય, તો ‘હું’ જવાબદાર? મને લેવાદેવા વગરની ઝપટમાં કેમ લ્યો છો? આ તો ‘તમે’ ‘સક્શેશ’ શબ્દ બોલ્યાં એટલે પૂછ્યું અને હા, ‘કોક’નું કામ ના થાય, એમાં ‘મને’ હોળીનું નાળિયેર બનાવો છો? ‘અમારા’ કરતાં ‘એ’ વધારે ઇમ્પોર્ટેડ થઈ ગયા તમારે માટે? (આઇ થિંક તમે લોકો એટલા તો સમજુ છો જ, કે એમનું ઇંગ્લિશ સમજી શકો) અને છેલ્લે, ‘તમને ‘અમે’ હાવ આવા નો’તાં ધાર્યાં હોં.’ કહીને બ્રહ્માસ્ત્ર છોડતાં જથ્થાબંધ વાક્યો ફરતે કોટ ચણી દીધો, એટલે (કોઈ) છટકી ના જાય.

‘હે ભગવાન! મારી વાત હાંભળસો, કે તમારું જ ઢય્ડે રાખશો?’ ત્રીજું નેત્ર ખોલ્યું સવિતામાસીએ અને બધાં સ્ટેચ્યૂ.‘અરે! માર નણંદની દીકરીને છોકરાવાળા જોવા આવવાના છે, તે ત્યાં જઉં છું. છોકરો હારો હોય ને નક્કી થઈ જાય, તો ગંગા નાહ્યાં. એક તો એમને શું નાસ્તો કરાવવો એય માર નણંદે નક્કી નહીં કર્યું હોય. એય ઓછી નથ. મારે જઈને બધુંય કરવાનું.’ ‘હવે નાસ્તાનું તે ટેન્સિન કરાતું હશે?.’ હંસામાસીએ મુદ્દો ઉપાડ્યો. બધાએ એના પર ચર્ચા ચાલુ કરી.     

‘એક કામ કરો. ખાંચામાં લીનાબેન રહે છે, એને પૂછો. એ આખો દહાડો સમોસાં ને સેન્ડવિચ ને ફાફડા બધું બહુ બહારનું લાવતાં હોય છે. એમને ખબર હશે કે ક્યાં શું હારુ મલે છે.’ અને ધાડિયું ઊપડ્યું લીનાબેનને ત્યાં અને લીનાબહેને જે સલાહ આપી, સાંભળો.  ‘જુઓ, પહેલાં જોવાનું કે એ લોકો કેવા છે. એમની વાતો હાંભળવાની. પછી જ નાસ્તા વિશે ડિસીજન લેવાનું. એમાંય તૈણ-ચાર ઓપ્સન છે મારી જોડે. પહેલું- બટેકા બાફી રાખવાના.

બધું ઠીકાઠીક લાગે, તો કોરો નાસ્તો ભેળવીને ભેળ, નહીં તો બટાકાપૌંઆ. બીજું તપેલીમાં આંધણ મૂકીને રાખવાનું. બધું હરખું હોય તો લાપસી, નહીંતર ખીચડી અને તીજું- તીખી પૂરી કરી રાખવાની,  મેળ પડી ગ્યો, તો બહારથી ખાલી શિખંડ જ મંગાબ્બાનો રહે.’ ‘અને બરાબર ના હોય તો?’ એક જિજ્ઞાસુએ પ્રશ્ન કર્યો. ‘તો લીંબુનું શરબત પીવડાઈને વહેતા કરી દેવાના અને આ બધું મૂકી દેવાનું ફ્રીઝમાં. બે-તૈણ ટંક તો રાંધવાની સાંતી.’ મેં મનોમન લીનાબેનને  કોટિ કોટિ વંદન કર્યાં.    
 
(Navalika Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Literature Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Article of Halvas by Jigisha Trivedi In Madhurima Magazine
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended