Home »Literature »Navalika» Article Of Halvas By Jigisha Trivedi In Madhurima Magazine

આ શિયાળામાં તો બરાબરની દશા બેઠી છે

Jigisha Trivedi | Dec 13, 2016, 01:55 AM IST

  • આ શિયાળામાં તો  બરાબરની દશા બેઠી છે,  navalika news in gujarati
ય ગાય... લીલી કોથમીર ખાય...’ એવા લીલોતરીના આમંત્રણ સાથે બપોરે ચાર વાગ્યાના સુમારે હાંફેલાં હંસાકાકી હાથમાં મેથી-પાલકના કચરાની કોથળી સાથે નીકળ્યાં અને બાંકડે સ્થાપન થયું. ત્યાં તો સવિતામાસીએ એમને જોતાવેંત ખબર (લઈ) લીધી, ‘અલા, કેમ આમ સુકાયેલી કોથમીર જેવું મોઢું કરીને બેઠાં છો?’ અને હંસાકાકી ભડક્યાં.  

‘કોથમીરનું તો નામ જ ના લો. દશા બેઠી છે મારી આ શિયાળામાં તો. તમાર ભઈ દર તીજા દિવસે એક કિલો કોથમીર લાઈને મૂકી દે છે. હયડકે ને ટયડકે, જ્યારે જુઓ ત્યારે લીલી ચટણી.’  તો કલાકાકીએ પોતાની વ્યથા રજૂ કરી, ‘આ જુઓને મારા હાથ જુઓ. પીળા ધમરખ. લીલી હળદર સમારી સમારીને અને એને લીધે ઘરમાં બધું નકરું પીળે પીળું. અરે! આ અંગૂઠો તો જુઓ મારો. એટલા બધા ચીરા પડ્યા છે કે એક હંગાથે સાત બટાકાની વેફર પડે.’ અને સવિતામાસી તો આખાય શિયાળાને કોસતાં કહે, ‘આ શિયાળો શું આયો, લાલાતાણ થઈ ગઈ છે.

નકરા દાણેદાણા. વાલોર-પાપડી, તુવેરો અને મેથી-પાલક લટકાના. હવે કાલે આમણે આખી ઓફિસને તેડી છે જમવા. આજથી મંડાણ કરીશ, ત્યારે કાલે હાંજે પાર આવશે. ફ્રીઝનાં બધાં ખાનાં શાકભાજીથી જ ભરાઈ જાય છે.’ તો કલાકાકી રીંગણાંની રામાયણ કરતાં કહે, ‘ત્યારે અમારેય એ જ હાલત છે બેન. આ જુઓને, એક હારે આખી નાત જમે એટલું શાક લઈને આયા છે. ચારેય જાતનાં રીંગણાં અને બજારમાં હતી એટલી ભાજી ઊંચકીને લઈ આયા બોલો. આ બધું કેમનું પાર પાડવું એ જ ખબર નથી પડતી મને તો. હજાર વાર ના પાડી છે કે બધું ભેગું ના કરો, પણ માને એ બીજા. આખો શિયાળો રવૈયાં ને ભડથું કરાઈ કરાઈને થકવી દેશે મને.’ ‘અને મારેય કાલે હવ્વારથી મંડી પડીશ, ત્યારે હાંજે લીલવાની કચોરી થશે.’

કંકુમાસીએ એમનું તુવેર પ્રકરણનું માહાત્મ્ય જ ચાલુ રાખ્યું. પાલક, મેથી, કોથમીરને તો પહોંચી વળાય. ડાખળાં લઈ લો તોય ખબર ના પડે, પણ તુવેર જેવી મોકાણ તો એકેયની નહીં. એક જ દાણો હડેલો આવે, એટલે આપડા સિવાયના બધાયને એ દેખાય. શિયાળામાં સૌથી વધારે નડતર રૂપ હોયને, તો આ તુવેરો. દાણા રીંગણ, દાણાવાળો ભાત, દાણાવાળી ખીચડી, લીલવાની કચોરી. આ ફોલાફોલ કરવાના કોઈ પૈસા આપતું હોયને, તો આખાય શિયાળામાં થઈને કુલ પાંચ તોલા સોનું આવે, એટલું કામ રહે છે.’ કહેતાં બધો ગુસ્સો તુવેરો પર કાઢ્યો અને દાણા ભેગાં ફોતરાં અને ફોતરાં ભેગા દાણા જાવા દીધા.

‘એમાં વળી મૂળા, લીલું લસણ ને લીલી ડુંગળી લટકાના.’ કલાકાકી પળોજણના પ્રકારોમાં વધારો જાહેર કરતાં કહે, ‘અને અમારે આ તો વળી સલાડ ને સૂપના એવા ખોટા રવાડે ચડી ગયા છે, કે હવ્વારમા કૂકરની વિસલો ચાલુ થઈ જાય છે. આ તો જરી વધારે પડતું જ થાય છે અને કેમ, માથું પાકી જાય એવા શિયાળુ પાકય નહીં બનાબ્બાના? રહોડામાં ઊંઘવાનું જ બાકી રહી ગયું છે હવે તો. હાચું કહું, આના કરતાં તો ઉનાળામાં પંખા સાફ કરવા સારા. અને હવારમાં જ રસ કાઢીને મૂકી દઈએ એટલે ગંગા નાહ્યા અને બાકી તો અથાણાંથીય જમવાનો પાર આઈ જાય. બધાએ ઉનાળાને ટાઢ લાવી દીધી અને શિયાળાને ગરમી થઈ જાય એટલી હદે આકરે પાણીએ થયાં.
(Navalika Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Literature Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Article of Halvas by Jigisha Trivedi In Madhurima Magazine
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended