Home »Kutchh »Bhuj» Bhuj Speaking Website Launched

હવે એક ક્લિકમાં તંત્રનો કાન આમળી શકાશે : ભુજ બોલે છે’ વેબસાઇટ ખુલ્લી મુકાઇ

Bhaskar News, Bhuj | Apr 08, 2013, 02:41 AM IST

- લોકોના વિચાર વ્યક્ત કરવા 'ભુજ બોલે છે’ વેબસાઇટ ખુલ્લી મુકાઇ
- શહેરની પાંચ સંસ્થાનું સાહસ લોકો તથા તંત્ર વચ્ચે બનશે ખરો સેતુ


ભુજની હાલની સમસ્યા તથા ભવિષ્યમાં ઊભા થનારા પડકારોને સહિ‌યારા પ્રયાસોથી ઉકેલવા શહેરવાસીઓ પોતાના વિચારો, મત, ફરિયાદો વગેરે મુક્ત મંચ પણ વ્યક્ત કરી શકે તેવા ઉદેશથી પાંચ સંસ્થા દ્વારા તૈયાર કરાયેલી ભુજ બોલે છે વેબસાઇટને આજે ખુલ્લી મુક્તા અગ્રણીઓએ તેને વહીવટી તંત્ર તથા લોકો વચ્ચેના સેતુરૂપ ગણાવી લોકશાહીના ખરા અમલ માટે સાચું માધ્યમ બનશે તેમ જણાવ્યું હતું.

ભુજના હમીરસરના કાંઠે યોજાયેલા કાર્યક્રમમાં રવિવારે ભુજ વિસ્તારના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યે વેબસાઇટ શરૂ કરનારી આ પાંચ સંસ્થા હુન્નરશાળા, સહજીવન, કચ્છ મહિ‌લા વિકાસ સંગઠન, એક્ટ અને અર્બન સેતુ(અભિયાન)ની સરાહના કરી હતી તથા વધુમાં જણાવ્યું હતું કે, ખરા અર્થમાં આ વેબસાઇટ લોકો અને તંત્ર વચ્ચે સેતુ બનશે, હવે લોકોને સતાવતી સમસ્યા જાણવા નગરપાલિકા રોજ આ વેબસાઇટ જોઇ લેશે, તો શહેરની સમસ્યાથી વાકેફ થઇ જાશે સાથોસાથ બીજીતરફ લોકોને પણ ધક્કા ખાવા કે કાગળ લખવાની પીડામાંથી મુક્તિ મળશે. શહેરના હૃદયસમા હમીરસરને કાંકરિયા બનાવવાની વાત તથા નર્મદાના પાણીથી ભરવાની વાત તેમણે લોકો સમક્ષ કરી હતી.

આ પ્રસંગે સૃજનના કાંતિશ્રેન શ્રોફે જણાવ્યું હતું કે, લોકશાહીનું ખરા અર્થમાં પાલન કરાવવાના માધ્યમ તરીકે આ વેબસાઇટ મહત્ત્વની પૂરવાર થશે, જયારે ભુજના નગરપતિ નરેન્દ્રભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે, કોઇપણ વિસ્તારનો વિકાસ લોકોની સ્વયંભૂજાગૃતિના કારણે થતો હોય છે, ત્યારે લોકોએપોતાની ફરજો પણ સમજવી જોઇએ, તેમણે લોકોને પ્લાસ્ટિક ન વાપરવા તથા ગાયને બચાવવાના પ્રયાસ તરફ આ રીતે મદદરૂપ થવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એ.જે.શાહ, ભાડાના ચેરમેન કિરીટ સોમપુરા,નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતન ડુડિયા વગેરે હાજર રહ્યા હતા.

વેબસાઇટ પર ભુજની માહિ‌તી પણ જાણી શકાશે

એક ક્લિક કરી શહેરની વિવિધ માહિ‌તી તથા વિવિધ કોન્ટેકટ્સ, યોજનાઓ વગેરે અંગે લોકો જાણી શકશે આ માટે ભુજ માહિ‌તી કેન્દ્ર એવો વિકલ્પ મુકાયો છે.

તળાવના વિકાસ માટે ઉદ્યોગોને સોંપાશે એક-એક તળાવ

કચ્છમાં જળબચાવ તથા સંચય માટે કલેક્ટર દ્વારા ઉદ્યોગોને એક-એક તળાવ વિકાસ અર્થે સોંપી દેવાય તેવી વિચારણા કરાઇ છે, આગામી સમયમાં આ દિશામાં ઠોસ કદમ વહીવટીતંત્ર ઉઠાવશે તેવું ધારાસભ્યે જણાવ્યું હતું.

(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bhuj Speaking Website Launched
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended