Home »Kutchh »Bhuj» Women's Academy Women Made By Rs 1 Crore Costumes For Statues In Bhuj

એક કરોડના કોસ્ચ્યુમ કચ્છની મહિલાઓએ બનાવ્યા

Bhaskar News, Bhuj | Jan 08, 2017, 04:19 AM IST

  • એક કરોડના કોસ્ચ્યુમ કચ્છની મહિલાઓએ બનાવ્યા,  bhuj news in gujarati
ભુજ:આશાપુરા ગ્રૂણ દ્વારા નિર્માણ પામેલા વંદે માતરમ મેમોરિયલમાં સ્થાનિક રોજગારોને પણ ફાયદો થયો છે. ખાસ કરીને જ ગ્રૂપની જ વિમેન્સ એકેડેમીના માધ્યમથી એક કરોડના કોસ્ચ્યૂમ પૂતળાંઓ માટે બનાવવામાં આવ્યા છે. તો લાલ કિલ્લાની પ્રતિકૃતિ સમાન યલો ફોર્ટ પણ બનાવાયો છે, જેમાં ખાવડા વિસ્તારમાંથી પથ્થરો લાવીને વાપરવામાં આવ્યા છે. શક્યત: આ મેમોરિયલની માવજત અને દૂષણોના પ્રવેશ સામે સાવચેતીના ધોરણે મામૂલી પ્રવેશ ફી પણ રખાય તેમ પણ મનાઇ રહ્યું છે.

યલો ફોર્ટ ખાવડાના પથ્થરોથી બનાવાયો

2012માં નિર્માણકાર્ય શરૂ કરતાં પહેલાં 12 જણની ટીમે દિલ્હીના સંસદ ભવનમાં જઇને બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ રાજસ્થાનના પથ્થરો મગાવીને આંધ્રપ્રદેશના પ્રસાદ દ્વારા સ્ટેચ્યૂ કંડારવામાં આવ્યા છે, જેના કોસ્ચ્યુમ આશાપુરા વિમેન્સ એકેડમીની કચ્છની મહિલાઓ દ્વારા રૂપિયા એક કરોડના ખર્ચે તૈયાર કરાયાં છે, તો અંદર મૂકાયેલાં ચિત્ર કચ્છના જાણીતા કલાકાર નવીન સોનીએ બનાવ્યાં છે, જ્યારે કન્સ્ટ્રક્શન વિનોદ હિરાણીએ અને સિવિલ એન્જિનિયરિંગ વર્કસ અનિલ મોંઘા, ઇન્ટિરીયર મૂલચંદ મિસ્ત્રીએ કર્યાં છે.

લાઇટિંગ દુર્ગાપુરના નિષ્ણાતે કર્યું

આ ઉપરાંત એપિસોડમાં જેના થકી આકર્ષણ રહેશે, તે લાઇટિંગનું કામ માંડવી તાલુકાના દુર્ગાપુરના શૈલેશ વસાણીના કોન્ટ્રાક્ટથી થયું છે. સેન્ટ્રલી એસીએ એવા આ હાફ સંસદ ભવન મેમોરિયલના યલો ફોર્ટમાં 170 જણનું સીટિંગ રહેશે અને તેમાંના થિયેટરમાં લોકોને ફિલ્મ પણ દર્શાવાશે. તો લાયબ્રેરી, યોગરૂમ અને કાફેટિરયાની સુવિધા પણ ઉભી કરાઇ છે.
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Women's Academy Women Made by Rs 1 Crore Costumes For Statues in Bhuj
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended