Home »Kutchh »Bhuj» Voting Final Percentage Declared, 75 Percentage In Kutch

મતદાનની આખરી ટકાવારી જાહેર : કચ્છમાં કુલ 75.89%

Bhaskar News, Bhuj | Dec 29, 2016, 04:03 AM IST

  • મતદાનની આખરી ટકાવારી જાહેર : કચ્છમાં કુલ 75.89%,  bhuj news in gujarati
ભુજ:મંગળવારે યોજાયેલી કચ્છની 327 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓનું પરિણામ ગુરુવારે જાહેર કરાશે. જિલ્લાના તમામ તાલુકા મથકે નિયત કરાયેલા મતગણતરી કેન્દ્રો પર ચૂંટણી તંત્ર દ્વારા મતગણતરી યોજાશે. આ ચૂંટણીઓ ઇલેકટ્રોનિક વોટિંગ મશીનના બદલે બલેટ પેપરથી થઇ હોવાના કારણે પરિણામ માટે રાહ જોવી પડે તેમ સ્થિતિ સર્જાશે. કચ્છમાં સરપંચ માટેના 825 અને ગામોના વોર્ડ માટેના 4211 સભ્યોના મતદાનની ગણતરી કરાશે. 

મંગળવારે જાહેર થયેલા કચ્છના કુલ મતદાન 73.45માં કરેકશન આવતાં મતદાનનું આખરી ચિત્ર બુધવારે બહાર આવ્યું હતું. કચ્છનું કુલ મતદાન વધીને 75.89 ટકા નોંધાયું હતું. પ્રથમ તબક્કે જારી થયેલા મતદાનના આંકડામાં લખપત તાલુકો 92.49 ટકા સાથે મોખરે હતો જે સુધારેલા અને આખરી આંકડાની ટકાવારીમાં પણ 81.93 ટકા સાથે જિલ્લામાં પ્રથમ જ રહ્યો છે.
 
ગુરુવારે સવારે 9 વાગ્યાથી શરૂ થનારી મત ગણતરી માટે જિલ્લામાં કુલ 693 કર્મચારી અને અધિકારીઓ સામેલ થવાના છે. તાલુકા મથકોઅે યોજાનારી મત ગણતરીમાં મોટી સંખ્યામાં ગ્રામીણ લોકો ઉમટી પડવાના છે. આ માટે જિલ્લા ચૂંટણી શાખા દ્વારા પણ કામગીરી પર વોચ રાખવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું હતું.
 
ભચાઉના નરાના વોર્ડ નંબર 6ની ચૂંટણી 20મી જાન્યુઆરીએ
ભચાઉ તાલુકાના નરા ગામના વોર્ડ નંબર 6ના ઉમેદવાર બળુભા રામસંગજી જાડેજાનું હ્રદયરોગના હુમલામાં અવસાન થતાં 27મી ડિસેમ્બરના યોજાનારી ચૂંટણીનું મતદાન મુલતવી રાખવામાં આવી હતી. જેનો ચૂંટણી પંચના નિયમો અનુસાર ફરીથી ચૂંટણી યોજવાનો કાર્યક્રમ જિલ્લા ચૂંટણી અધિકારી કમ કલેકટર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવાયા મુજબ 30મીએ તેનું જાહેરનામુ બહાર પડશે, બીજી જાન્યુઆરીના જાહેરનામુ, સાતમી જાન્યુઆરી ઉમેદવારી પત્ર રજૂ કરવાની છેલ્લી તારીખ રહેશે, ચકાસણીની તારીખ 9મી, પરત ખેંચવાની તારીખ 10મી અને મતદાનની તારીખ 20મી જાન્યુઆરી રહેશેે. મતગણતરી 22મી જાન્યુઆરીના કરાશે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Voting final percentage Declared, 75 percentage in Kutch
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext