Home »Kutchh »Bhuj» Vidya Shayak Out Rally About Many Issues In Bhuj

ભુજ: વિદ્યા સહાયકો આંદોલનના મૂડમાં, 2006 પહેલા નિમાયેલાંઓએ રેલી કાઢી

Bhaskar News, Bhuj | Mar 05, 2017, 03:10 AM IST

  • નોકરીમાં બઢતી, સિનિયોરિટી અને ઉચ્ચતર પગાર ધોરણમાં અન્યાયની લાગણી
ભુજ: ભુજમાં શનિવારે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશના પગલે 2006 પહેલાં લાગેલા વિદ્યાસહાયકોની માગણીના સમર્થનમાં જિલ્લા સ્તરની રેલીનું આયોજન કરાયું હતું, જેમાં 1 હજાર શિક્ષકો જોડાયા હોવાનો દાવો કરાયો હતો. શિક્ષક સંઘના રાજ્ય એકમે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, વિદ્યાસહાયકોને નોકરીમાં બઢતી, સિનિયોરિટી અને ઉચ્ચતર પગાર ધોરણમાં ગણતરીમાં ન લેવાતા 20મી ફેબ્રુઆરી સુધી ન્યાયી ઉકેલ શોધવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું, પરંતુ કોઇ જ કાર્યવાહી થઇ ન હતી, જેથી લડતના પ્રથમ ચરણમાં રાજ્યસંઘે તમામ તાલુકા સંઘોને 25મી ફેબ્રુઆરીના પોતપોતાના મત ક્ષેત્રના ધારાસભ્યોને આવેદનપત્ર પાઠવવા આદેશ કર્યો હતો. 
 
સૂત્રોચ્ચાર સાથે વિશાળ રેલી કાઢી કલેક્ટર કચેરીએ પહોંચ્યા 
 
બીજા તબક્કામાં શનિવારે બપોરે રાજ્યના તમામ જિલ્લા સંઘોને પોતપોતાના જિલ્લા કલેક્ટરોને આવેદનપત્ર આપવાના રાજ્ય સંઘના આદેશ પગલે કચ્છ જિલ્લામાં પણ અંદાજિત 1 હજાર જેટલા શિક્ષકો જિલ્લાના જુદા-જુદા તાલુકાઓમાંથી જિલ્લા પંચાયત ખાતે ઉપસ્થિત થયા હતા. ત્યારબાદ બેનર અને સૂત્રોચ્ચાર સાથે વિશાળ રેલી કાઢી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં જિલ્લા સમાહર્તા મુકુલ ગાંધીને કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ રામસંગજી જાડેજા, મહામંત્રી ભૂપેશ ગોસ્વામી, રાજ્યસંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજા, પ્રચારમંત્રી વસંતબેન જોષી, જિલ્લાના કાર્યાધ્યાક્ષ દાનુભા જાડેજા, ખજાનચી ધર્મેન્દ્રસિંહ જાડેજા  વગેરે દ્વારા આવેદનપત્ર આપી માગણી સરકાર સુધી પહોંચાડવા રજૂઆત કરાઇ હતી. 
 
આવેદનપત્ર આપ્યા બાદ સભા યોજાઇ હતી. કાર્યક્રમને સફળ બનાવવા રશ્મિકાંત ઠક્કર, જીતેન્દ્ર ઠક્કર, રામુભા જાડેજા, રશ્મિકાંત પંડ્યા, આશાભાઇ રબારી, હર્ષદ પંચાલ, જુવાનસિંહ ચૌહાણ, વનરાજસિંહ જાડેજા, હરિભા સોઢાએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન ભુજ યુનિટના મહામંત્રી ઘનશ્યામસિંહ જાડેજાએ કર્યું હતું.

સૂત્રોચ્ચાર બાદ કલેકટરને આવેદનપત્ર અપાયું
 
2006 અગાઉ ભરતી થયેલા વિદ્યાસહાયકોની નોકરી બઢતી, સિનિયોરિટી તેમજ ઉચ્ચતર પગાર ધોરણની ગણતરીમાં અન્યાય થવા બાબતે જિલ્લાભરમાંથી શિક્ષકો જિલ્લા પંચાયતમાં એકઠા થયા હતા અને રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. 
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Vidya Shayak Out Rally about Many Issues in Bhuj
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended