Home »Kutchh »Bhuj» Victim Complain About Kothara Farm

નલિયાકાંડઃ પીડિતાએ પિતાને મળેલી ધમકી અને લાલચ અંગેની કરી ફરિયાદ

Bhaskar News, Bhuj | Feb 16, 2017, 08:31 AM IST

  • એલસીબીએ ઝડપેલા આરોપીઓ
ભુજ:  સામૂહિક દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાએ ‘અલીબાબા 40 ચોર’ ફેઇમ કોઠારાના ફાર્મમાં 40 શખ્સોએ તેના પિતાને આપેલી ધમકી અને લલચામણી ઓફરો વિશે તેમજ પૂર્વ પતિએ કરેલા બદનામીજનક આક્ષેપો અંગે બે લેખિત ફરિયાદ પોલીસને કરી છે.
 
પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષકને સોમવારે પીડિતાએ આપેલી ફરિયાદ અનુસાર 26 જાન્યુઆરીએ સાંજે તેના પિતાને સફેદ રણમાં કોઠારાથી નજીકના એક ફાર્મમાં લઇ ગયા, ત્યાં હાજર માણસોના ટોળાં વચ્ચે તેના પપ્પાના મિત્ર એવા ભરત વાશીવાળાએ પીડિત પુત્રીએ એસ.પી.ને આપેલી અરજી પરત ખેંચી લેવા જણાવ્યું હતું અને 50 લાખથી 1 કરોડ સુધીની રકમ ઓફર કરી હતી, અરજીમાં કરાયેલા આક્ષેપ અનુસાર પિતાએ નાણાં લેવાની ના કહેતાં પોલીસને પૈસા આપી કેસ રફેદફે કરવાની ચીમકી આપી હતી, એટલું જ નહીં પિતાના ઇન્કાર પછી ભરત તેને પીડિતાની માતા પાસે લઇ ગયો હતો, તેમને પણ પૈસાની લાલચ અને ધમકી આપ્યા હતા. 

એ પછી રાત્રે ફોન દ્વારા પણ ડરાવવા-પટાવવા પ્રયાસ કર્યા હતા. આ ભરતભાઇને ખાસ વિમાનથી જયંતી ઠક્કર ડુમરાવાળાએ બબાશેઠના કહેવાથી મોકલાવ્યો હોવાનું પણ જણાવી અરજીમાં પીડિતાએ આ બે શખ્સોને આ કેસમાં આરોપી તરીકે સામેલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માગણી કરી છે.

પૂર્વ પતિએ બદનામી કરી હોવાની બીજી ફરિયાદ

પીડિતાએ સોમવારે જ કરેલી બીજી ફરિયાદમાં પૂર્વ પતિ સામે એવા ગંભીર આક્ષેપ કર્યા છે કે, આ કેસની વધુ ઉંડાણપૂર્વક તપાસ ન થાય, કેસ અવળા માર્ગે ફંટાઇ જાય તેમજ સમગ્ર કાંડમાં 35થી 40 છોકરીઓને ફસાવાઇ છે એ ષડયંત્ર બહાર ન આવે તેવા મલીન ઇરાદા સાથે પૂર્વ પતિ કલપેશ મોમાયા (રહે. વાડાપધ્ધર)એ મીડિયા સમક્ષ સમાજમાં મારી બદનામી થાય તેવા નિવેદન કર્યા હતા તેમજ કેસને લૂલો પાડવા પ્રયાસ કર્યો હતો, તેથી તેની સામે કડક કાર્યવાહી કરવા એસપીને વિનંતી કરી છે.
 
વધુ વાંચવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Victim complain about Kothara Farm
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended