Home »Kutchh »Bhuj» Vibrant Gujarat Summit In Possibility Of Rs 6500 Crore Investment MOU At Jakhau

વાઇબ્રન્ટ સમિટમાં જખૌ ખાતે 6500 કરોડના મૂડીરોકાણના MOUની શક્યતા

Bhaskar News, Bhuj | Jan 08, 2017, 03:56 AM IST

  • વાઇબ્રન્ટ સમિટમાં જખૌ ખાતે 6500 કરોડના મૂડીરોકાણના MOUની શક્યતા,  bhuj news in gujarati
ભુજ:વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત જખૌ-નલિયાની કાયાપલટ કરી નાખે તેવા 6500 કરોડના મૂડી રોકાણની બાબત સપાટી પર આવી છે. આવા મહત્ત્વાકાંક્ષી પાવર પ્રોજેક્ટ અંગે રાજ્ય સરકાર અને ખાનગી કંપની વચ્ચે સમજૂતી થવાની છે. ગાંધીનગર સ્થિત સૂત્રોના જણાવ્યા અનુસાર, વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત દેશનો પહેલો 500 મેગાવોટનો ઓફ્ફશોર વિન્ડ પ્રોજેક્ટ (પવન ઉર્જા પ્રકલ્પ) જખૌ નજીક સ્થાપવા રાજસ્થાનનું એક ગ્રૂપ રાજ્ય સરકાર સાથે સમજૂતિ કરશે. ઉલ્લેખનીય છે કે, 2015-16ના વાઇબ્રન્ટમાં પણ સુઝલોન દ્વારા અબડાસાની દરિયાઇ પટ્ટીમાં આ પ્રકારના કરાર કરાયા હતા.

સ્થાનિકે નવી રોજગારીની તકોનું સર્જન થશે

દરમિયાન, હવે રાજસ્થાનની સમીરન ઉદયપુર વિન્ડ ફાર્મ લિમિટેડ નામની કંપની જખૌ-નલિયામાં સાડા 6 હજાર કરોડના ખર્ચે સૂચિત વિન્ડ પાવર પ્રોજેક્ટ સ્થાપે તેવી શક્યતા છે. સૂત્રોના મતે આ પ્રોજેક્ટથી 500 લોકો માટે રોજગારની નવી તકોનું સર્જન થશે. કાંઠાળ વિસ્તારોમાં વિન્ડ પાવર પ્રોજેક્ટની સ્થાપનાની વિસ્તૃત ફિઝિબિલિટી સ્ટડી કરવા માટે ગુજરાત સરકાર અને કેન્દ્રની ન્યૂ એન્ડ રીન્યુએબલ એનર્જી મિનિસ્ટ્રીએ સંયુક્ત સાહસ કંપની શરૂ કરી છે. આ કંપનીની સ્થાપનાના બે વર્ષ બાદ પહેલીવાર કોઈ કંપની ગુજરાતમાં ઓફ્ફશોર વિન્ડ પાવર પ્રોજેક્ટ શરૂ કરવા આગળ આવી હોવાનું સૂત્રોએ ઉમેર્યું છે. આ પાવર પ્રોજેક્ટ કાર્યરત થવા સાથે જ ભારત યુકે, ડેન્માર્ક, બેલ્જિયમ, જર્મની, ચીન વગેરે જેવા દેશોની હરોળમાં આવી જશે.

70 હજાર કરોડના મૂડીરોકાણ સાથે વિવિધ પ્રોજેક્ટ

વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત પોર્ટ સેક્ટરમાં 70 હજાર કરોડના મૂડીરોકાણ સાથે વિવિધ પ્રોજેક્ટના એમઓયુ થવાની શક્યતા છે. અદાણી પોર્ટ એન્ડ સેઝ ગ્રૂપ મુન્દ્રામાં પોર્ટ અને સેઝના બીજા તેમજ ત્રીજા તબક્કાના વિકાસકાર્યો અંતર્ગત 30 હજાર કરોડના મૂડીરોકાણના એમઓયુ કરે તેવી શક્યતા છે. એનર્જી કંપનીઓ પણ પોર્ટ સેક્ટરમાં કરોડોના મૂડીરોકાણ કરે તેવી સંભાવના ઉદ્યોગવિભાગના સૂત્રોએ વ્યક્ત કરી છે.
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Vibrant Gujarat Summit in Possibility of Rs 6500 Crore Investment MOU at Jakhau
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended