Home »Kutchh »Bhuj» Two Women Injured In Hit The Neighbor For Video Shooting In Mobile At Lakhond

માધાપરમાં મહિલાઓ બાખડી: વિડીયો કેમ ઉતારશ કહી પાડોશીને ધોકાથી ફટકાર્યા

Bhaskar News, Lakhond | Feb 13, 2017, 03:42 AM IST

  • બે મહિલાઓ ઘાયલ થતાં હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી
લાખોંદ:માધાપર નવાવાસમાં પાર્શ્વનાગર ખાતે રહેતા એક મહિલા દ્વારા છેલ્લા આઠેક મહિનાથી વિકૃત આક્ષેપો લગાવી આસપાસના રહેવાસીઓને માનસિક રીતે પરેશાન કરી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે,ત્યારે રવિવારે સવારે તેમણે મોબાઈલમાં વિડીયો કેમ ઉતરાશ કહી ખોટા આક્ષેપો કરી પાડોશીને ધોકાથી માર મારતા માથાના ભાગે લોહીલુહાણ થયા સહિતની ઈજાઓ પહોંચી હતી. બન્ને પક્ષ બે મહિલાઓ ઘાયલ થતાં હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી.

મહિલાને માથાના ભાગે ટાંકા આવ્યા

સીમાબેન અમિતભાઇ ગજ્જરએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદ મુજબ રવિવારે સવારે તેઓ અને તેમના સાસુ નર્મદાબેન જેરામભાઈ જોલાપરા પર સોસાયટીના સામેના મકાનમાં રહેતા અમ્રતબેન રમેશ સોરઠીયા,તેમના પતિ રમેશ સોરઠીયા અને તેમના પુત્ર રોહિત દ્વારા ઘરમાં એકલી રહેલી મહિલાઓને લાકડીથી માર માર્યો હતો. જેમાં નર્મદાબેનને લોહીલુહાણ હાલતમાં માથાના ભાગે ટાંકા આવ્યા હોવા સહિતની ઈજાઓ થઇ હતી અને સીમાબેનને હાથ અને માથામાં ઈજાઓ પહોંચી હતી.

રહેવાસીઓને ગાળો ભાંડવાથી લઇ હાથપાઈના બનાવો

ઇજાગ્રસ્તોને નરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. રહેવાસીઓના આક્ષેપ અનુસાર અમ્રતબેન સોરઠીયા વારંવાર આ પ્રકારના પાયાવિહોણા આક્ષેપ કરી રહેવાસીઓને ગાળો ભાંડવાથી લઇ હાથપાઈ કર્યાના બનાવો બની ચુક્યા છે. તો સામે પક્ષે ઘટના બાદ એકદમ સ્વસ્થ રહેલ અમ્રતબેને નાટકીય રૂપે હોસ્પિટલમાં દાખલ થઇ સીમાબેન અમિત ગજ્જર, નર્મદાબેન અને જેરામભાઈ જોલાપરા પર મારકૂટ કાર્યની ફરિયાદ નોંધાવી છે. પોલીસ આ મુદ્દે તાપસ હાથ ધરી છે.
 
તસવીર જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો..
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Two Women Injured in Hit the Neighbor For Video Shooting in Mobile at Lakhond
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext