Home »Kutchh »Bhuj» Test Cricketer Visit Mandavi Beach

ચેતેશ્વર પૂજારા વેકેશન માણવા પહોંચ્યો કચ્છ, માણી માંડવી બીચની મજા

Bhaskar News, Mandavi | Apr 13, 2017, 03:09 AM IST

  • ચેતેશ્વર પૂજારાએ પૂર્વ ધારાસભ્ય છબીલભાઇ પટેલ સાથે ચર્ચા કરી હતી.
માંડવી: તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે સંપન્ન થયેલી ક્રિકેટ શ્રેણીમાં ઝળકેલા ભારતી ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ માંડવીના સમુદ્ર તટની મજા માણી હતી. પરિવાર સાથે સહેલગાહે નીકળેલા આ ક્રિકેટરનું પૂર્વ ધારાસભ્ય સહિત અન્ય આગેવાનોએ કચ્છી પાઘડી પહેરાવીને સન્માન કર્યું હતું.

ત્રણ દિવસની મુલાકાતે આવેલા રાજકોટના આ ખેલાડીએ તેમની પત્ની પૂજા, સસરા અને સાળી સાથે બપોરે એક હોટલમાં ગુજરાતી થાળીની મિજબાની કરી હતી. સાંજે સરેના બીચ પર પૂર્વ ધારાસભ્ય છબીલભાઇ પટેલ, મસ્કાના સરપંચ કીર્તિભાઇ ગોર તેમજ અન્ય આગેવાનોએ તેમનું સન્માન કર્યું હતું. ક્રિકેટ ચાહકો તેમની સાથે સેલ્ફી લઇને ખુશ થયા હતા. માંડવીના પ્રવાસ દરમિયાન ઓપનિંગ બેટ્સમેન બિદડાના રતનવીર નેચર ક્યોરની મુલાકાત લેશે.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો. 
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Test Cricketer visit Mandavi beach
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended