Home »Kutchh »Bhuj» Tarak Mehta's Favorite Kutch Ekal's White Desert

તારક મહેતાને પ્રિય હતું કચ્છનું સફેદ રણ, સીરિયલની ટીમને અહીં જોવી'તી

Bhaskar News, Bhachau, Bhuj | Mar 02, 2017, 09:03 AM IST

  • એકલના રણની મુલાકાત વેળાએ લેવાયેલી લાક્ષણિક તસવીર.
ભચાઉ, ભુજ : ટેલિવિઝનના માધ્યમથી ભચાઉ જેવા શહેરને વિશ્વ પ્રસિદ્ધ કરનારા અને ‘ભચાઉ નો ભાયડો’ સંવાદથી કચ્છ વાગડવાસીઓની છાતી ફુલાવનારા પ્રસિદ્ધ હાસ્યલેખક તારકભાઈ મહેતાના નિધનથી ભચાઉ શહેર અને તાલુકામાં રહેલા તેમના ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ હતી. તારક મહેતાને ભચાઉ તાલુકાના એકલના રણને જોઇને ખૂબ પ્રભાવિત થયા હતા. તેમણે રણ જોતાં-જોતાં જ કહેલું કે, ‘તારક મહેતા..’ની ટીમને એકલ રણમાં જોવી છે. તેઓ એકલ રણમાં બે વાર આવી ચૂક્યા છે.
 
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ હાસ્ય ધારાવાહિક શ્રેણી દેશભરમાં પ્રખ્યાત થઈ ચૂકી છે, પરંતુ તેમાં વાગડ અને ખાસ કરીને ભચાઉના લોકો તેમજ અહીંથી મુંબઈ કે વિદેશમાં કોઇ પણ સ્થળે સ્થાઈ થયા હોય તેમને આ ધારાવાહિક સાથે ઉંડો નાતો જોડાયો છે, જ્યારે શ્રેણીમાં બાપુજી કે જેઠાલાલ ‘ભચાઉનો ભાયડો’ સંવાદ બોલે એટલે ભચાઉવાસીઓની છાતી ફુલી જાય છે. ટેલિવિઝનના માધ્યમથી ગામ અને કચ્છને પ્રસિદ્ધ કરનારા હાસ્યલેખક તારક મહેતાનું 88 વર્ષની વયે નિધન થતાં ભચાઉ અને તાલુકામાં શોકની લાગણી ફેલાઈ હતી. ખાસ કરીને તારક મહેતાના યુવાન ચાહક વર્ગમાં શોક પ્રસરી ગયો હતો. રાપરના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ શાહ સાથે પારિવારીક નાતો રહ્યો છે. 

1987માં પ્રથમ વખત ભુજ આવ્યા ત્યારે તેમણે લખેલું નાટક સ્થાનિક કલાકારોએ ભજવ્યું હતું
તારક મહેતાનો કચ્છ સાથેનો સંબંધ 1987થી છે. સ્વ. તારકભાઇએ લખેલું પ્રણય અને પોલીસ ચોકી નાટક સાંનિધ્ય સંસ્થા દ્વારા ભુજમાં ભજવાયું હતું. કલાકાર અને દિગદર્શક પંકજ ઝાલાએ કહ્યું હતું કે, પ્રથમ વખત ભુજમાં તેમણે લખેલું નાટક ભજવવાની તક મળી હતી, તો હાટકેશ્વર મંદિરે એક કલાકનું સ્વ. મહેતાનું પ્રવચન પણ યોજાયું હતું. 2015માં માતાનમઢ મા આશાપુરાના દર્શન કરવા આવ્યા, ત્યારે પણ ભુજના નાટ્ય કલાકારો કીર્તિ હાથી, નયન રાણા, પંકજ ઝાલા અને સ્નેહ હાથી સાથે મુલાકાત કરી હતી.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Tarak Mehta's favorite kutch ekal's white desert
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended