Home »Kutchh »Bhuj» Suspected Pakistani Detected From Kutchh Jakhau Border Area

ભારે વિસ્ફોટકો સાથે પાકિસ્તાની શખ્સ ગુજરાતમાં ઘૂસ્યો, કચ્છમાં હાઇએલર્ટ

divyabhaskar.com | Feb 18, 2017, 09:50 AM IST

  • ઘૂસણખોર ક્યાંયથી છટકી ન જાય તે માટે ગાંધીધામ રેલવે સ્ટેશને આરપીએફએ સંઘન ચેકિંગ હાથ ધર્યું હતું.
ભુજ:  દિલ્હી સેન્ટ્રલ આઇબીના જણાવ્યા પ્રમાણે ભારતીય જળસીમા જખૌ કાંઠે એક પાકિસ્તાની શખ્સ ગુરૂવારે મોડી રાત્રે વિસ્ફોટક ભરેલા ચારથી પાંચ બોક્સ સાથે ઘૂસી ગયો છે. આ શખ્સ એસયુવી કાર મારફત ગાંધીધામ તરફ જઇ રહ્યો હોવાની બાતમી મળતાં જ તમામ સુરક્ષા અેજન્સીઓ સતર્ક થઇ ગઇ હતી, એ કચ્છમાં હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
 
ગાંધીધામ શહેરમાં કોમ્બિંગ વધારી દેવાયું

સુરક્ષા એજન્સીઓના સૂત્રોના જણાવ્યા મુજબ વિસ્ફોટક સાથે સંદિગ્ધ ઇસમે ઘૂસણખોરી કરી છે, તેવી બાતમી મળતાં જ નેવી, બીએસએફ, કોસ્ટગાર્ડ તથા પોલીસ તંત્રમાં તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. કચ્છની જળસીમા પર સતર્કતા વધારી દેવામાં આવી હતી, તો પૂર્વ કચ્છ જિલ્લામાં પોલીસ દ્વારા મધરાતથી જ ગાંધીધામ શહેરમાં કોમ્બિંગ વધારી દેવાયું હતું અને ગાંધીધામ તરફ આવતી દરેક ગાડીઓને વિવિધ ટીમો દ્વારા મેદાનમાં લઇ જઇ ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરાઇ હતી. 

જખૌ તરફથી મળેલી બાતમીને તમામ સુરક્ષા એજન્સીઓએ સમર્થન આપ્યું હતું, પરંતુ આ પ્રકારના કોઇ સંદિગ્ધ ઇસમનું પગેરું મળી શક્યું ન હતું. હાલ જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાનના આતંકી સંગઠનો તરફથી અવારનવાર અપાતી ધમકીને લઇ કચ્છ અને રાજસ્થાનની સરહદને ઘૂસણખોરી માટે સોફ્ટ ટાર્ગેટ પાકિસ્તાનીઓ માને છે, ત્યારે સેન્ટ્રલ આઇબીની બાતમીના કારણે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે.
 
પગેરું મળ્યું નથી

જખૌ તરફથી મળેલી બાતમીને તમામ સુરક્ષા એજન્સીઓએ સમર્થન આપ્યું હતું, પરંતુ આ પ્રકારના કોઇ સંદિગ્ધ ઇસમનું પગેરું મળી શક્યું ન હતું. હાલ જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાનના આતંકી સંગઠનો તરફથી અવારનવાર અપાતી ધમકીને લઇ કચ્છ અને રાજસ્થાનની સરહદને ઘૂસણખોરી માટે સોફ્ટ ટાર્ગેટ પાકિસ્તાનીઓ માને છે, ત્યારે સેન્ટ્રલ આઇબીની બાતમીના કારણે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે.
 
રોડાસર પાસે શંકાસ્પદ ઇસમ પકડાયો પણ નીકળ્યો ઓરિસ્સાનો પાગલ
 
લખપત તાલુકાના રોડાસર પાસે ગુરૂવારે સાંજે બીએસએફ 108મી બટાલિયન પેટ્રોલિંગમાં હતી ત્યારે અજાણ્યો શખ્સ નજરે પડતાં તેને રોકી પુછતાછ કરતાં સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો, જેને બીએસએફે નારાયણ સરોવર પોલીસને વધુ તપાસ માટે સોંપ્યો હતો. ના.સરોવર પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ શખ્સ કોઇ સંદિગ્ધ નથી તેનું નામ ભોલો સનપા છે અને તે ઓરિસ્સાના થડીકુંડ તાલુકાનો છે. તેની પાસેથી 100 ગ્રામ ખાંડ, 21 રૂપિયા, થાળી-વાટકા, એક તૂટેલી બેગ, ટૂથબ્રશ અને એક બ્લેન્કેટ મળી આવ્યા છે. પોલીસે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ઓછું હિન્દી બોલતા આ શખ્સને પુછતાં તેની પાસેથી જાણવા મળ્યું હતું કે, ચાર મહિના પહેલાં ઓરિસ્સાથી ગુજરાત રોજી રોટી કમાવવાના બહાને આવેલા ગ્રુપમાંથી અલગ પડી ગયો હતો અને માનસિક અસ્થિર છે, જેથી કોર્ટમાં રજૂ કરી મેન્ટલ હોસ્પિટલ સોંપવામાં આવશે.

સંવેદનશિલ જખૌમાં અગાઉ થતી દાણચોરી
 
નાપાક ચાંચિયાગીરીને કારણે વારંવાર ચમકતું મત્સ્યબંદર જખૌ બીજી રીતે પણ સંવેદનશિલ છે. અઢી દાયકા પૂર્વે અહીંથી નજીકના શેખરણપીર ટાપુ પરથી સાત કરોડની દાણચોરીની ચાંદી પકડાઈ હતી.
 
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: suspected pakistani detected from kutchh jakhau border area
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended