Home »Kutchh »Bhuj» Seven Villages Held Shakotsav At Dayapar

દયાપર: ‘જીવનમાં સુખી થવા સત્સંગ અને સમાજમાં સંગઠન જરૂરી’

Bhaskar News, Dayapar | Jan 08, 2017, 04:07 AM IST

દયાપર:લખપત તાલુકાના દયાપર ખાતે કચ્છ નરનારાયણદેવ યુવક મંડળ-અબડાસા દ્વારા પહેલીવાર સાત ગામોનો સંયુક્ત શાકોત્સવ યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં સંતો અને હરિભક્તો જોડાયા હતા.
 
 
દયાપરમાં પહેલીવાર 7ગામોનો સંયુક્ત શાકોત્સવ યોજાયો

ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતોની ઉપસ્થિતિમાં કડવા પાટીદાર સમાજવાડી ખાતે યોજાયેલા આ સમારોહમાં દયાપર, દોલતપર, ઘડાણી, રવાપર, નેત્રા, આમારા તેમજ અંગીયા એમ સાત ગામોના લોકોએ સૌ પ્રથમવાર સંયુક્ત આયોજન કર્યું હતું. સંતોએ પોતાના પ્રવચનમાં શાકનું દૃષ્ટાંત આપતાં જણાવ્યું કે, જે રીતે અલગ-અલગ મરીમસાલા સાથે વઘાર થાય અને સ્વાદિષ્ટ શાકનું નિર્માણ થાય તેમ સત્સંગ, સમાજ અને વ્યવહારમાં જો સંગઠન હોય તો જીવન સુખી થાય.
 
આ ઉત્સવમાં ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો સ્વામી સંતસ્વરૂપદાસજી, સ્વામી શ્રીહરીદાસજી, સ્વામી સ્વયંપ્રકાશદાસજી, સ્વામી બાલકૃષ્ણદાસજી,  સ્વામી અક્ષરવલ્લભદાસજી, સ્વામી દેવચરણદાસજી સહિતનાએ ઉપસ્થિત રહી હરિભક્તોને સત્સંગની શીખ આપી હતી. આયોજન વ્યવસ્થામાં દયાપર સત્સંગી સમાજના પ્રમુખ હસમુખ પટેલની સાથે તમામ ગામોના સત્સંગી સમાજના કાર્યકરો સહભાગી બન્યા હતા.
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Seven Villages Held Shakotsav at Dayapar
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended