Home »Kutchh »Bhuj» Selfie In Kutch White Desert

કચ્છના સફેદરણમાં સેલ્ફી લેવાના ચક્કરમાં આવી હરકતો કરતાં જોવા મળ્યા લોકો

Hitesh chawada, Ahmedabad | Feb 07, 2017, 00:25 AM IST

  • સફેદ રણમાં હજી પણ કાદવનું આવરણ છે
ધોરડો-કચ્છ:ગુજરાત સરકારના ટુરીઝમ વિભાગ દ્વારા રણોત્સવ ૨૦૧૭ને ખુલ્લો મુકવામાં આવ્યો અને હજારોની સંખ્યામાં રાજ્ય, દેશ અને વિદેશથી લોકો આવી રહ્યા છે. આ લોકો જે સફેદ રણને જોવા માટે આવે છે એમાં હજી પણ કાદવનું આવરણ છે અને આ સ્થિતિમાં પ્રવાસીઓ સારી રીતે રણમાં ચાલી શકતા નથી અને કાદવમાં પગ ખુપી જવાના અને પડી જવાના કિસ્સાઓ બને છે. આ સમયે પણ પ્રવાસીઓ અજબ પ્રકારની હરકતો કરતા જોવા મળે છે. ધોરડોમાં બનાવવામાં આવેલી ટેન્ટ સીટીથી ઉંટગાડીની સવારી કરતાં લોકો ત્યાં સાંજના સમયે જાય છે અને ૨ કલાક સફેદ રણમાં ફરતાં હોય છે. લોકો સેલ્ફી સ્ટીક અને મોબાઈલ હેન્ડસેટથી અજબ ગજબ રીતે સલ્ફી લેતા હોય છે. 

પરિસ્થતિ એવી થઇ જાય કે લોકો સેલ્ફી લેવાના ચક્કરમાં કાદવમાં પગ મૂકી દેતાં હોય છે અને કેટલાય નીચે પણ પડી જતા હોય છે. સફેદ રણની પરિસ્થિતિથી સાવ અજાણ મહિલાઓ કે છોકરી કે જે સેન્ડલ પહેરીને આવ્યા આવ્યા હોય છે તેમની માટે અજબની સ્થિતિ ઉભી થઈ જતી હોય છે. તેઓ રણમાં સારી રીતે ચાલી પણ શકતા નથી અને ચાલવામાં ઘણી વખત બેલેન્સ પણ તૂટી જાય અને નીચે પણ પડી જવાની ઘટનાઓ બને છે. સારી રીતે ચાલી પણ ના શકાય તેવી સ્થિતીમાં લોકો અજબ ગજબ રીતે, એકલા, ગ્રુપમાં  અને કપલ  સેલ્ફી ફોટોઝ લેતા હોય છે પણ આખરે એક ચાંપલ કાદવમાં ઘુસી જાય અને ખુલ્લા પગે રણમાં ચાલવાની સ્થિતિ ઉભી થાય છે.

વિદેશી પ્રવાસો મજા કરે છે
કચ્છમાં સેફ્દ રણમાં અને રણોત્સવમાં ફરવા આવેલા વિદેશી પ્રવાસીઓને મજા પડી જાય છે. તેઓ સેલ્ફી લેવાના ચક્કરમાં પડતાં નથી પરંતુ સાઈટ ફોટોગ્રાફી અને સફેદ રણની મજા લેતા હોય છે.  તેઓ સ્પોર્ટ્સ શુઝ અને આરામદાયક કપડાં પહેરીને ફરવા નીકળે છે જેથી ચાલવામાં કે ફરવામાં કોઈ તકલીફ ના પડે અને મજા પણ આવે.

બુલેટ સવારી રિસ્કી બની જાય છે
સેફ્દરણમાં થોડા સમય પહેલા કમોસમી વરસાદ પડ્યો હતો જેથી રણમાં લાંબા સમય સુધી પાણી ભરાયેલું રહ્યું હતું અને સફેદ રણ જે રીતે દેખાવું જોઈએ એ રીતે દેખાયું નહી. સફેદ રણમાં જમીન ઉપરથી સેફ્દ ભાગ- એટલે કે મીઠું દેખાય છે પણ જયારે એની પર ચાલવામાં આવે કે બુલેટ રાઈડર્સ બાઈક ચલાવે ત્યારે પગ ખુપી જવાની અને બુલેટના ટાયર ભરાઈ જવાની ઘટનાઓ બને છે. બુલેટ રાઈડર્સ આવે છે પણ શરૂઆતમાં જ ટાયર ફસાઈ જતા રિસ્ક લેતા નથી અને પાછા વળી જાય છે. 
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Selfie in Kutch white desert
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext