Home »Kutchh »Bhuj» Sayala Bootlegger Arrested By Marine Police

સલાયાનો તડીપાર બૂટલેગર મરીન પોલીસે પકડ્યો

Bhaskar News, Mandavi | Mar 18, 2017, 04:17 AM IST

  • સલાયાનો તડીપાર બૂટલેગર મરીન પોલીસે પકડ્યો,  bhuj news in gujarati
માંડવી:  માંડવીના માથાભારે ઇસમો સામે હદપારી કરવાના હુકમની સજા થયાના કિસ્સામાં હુકમનો અનાદર કરનારા બૂટલેગરો પાછા પકડાયાના કિસ્સાઓ અવારનવાર સામે આવે છે, ત્યારે ફરી સલાયાના તડીપાર નામચીન ઇસમ સક્રીય થાય તે પહેલાં મરિન પોલીસે દબોચી લીધો હતો. ગત 18 જાન્યુઆરીના હદપારીનો હુકમ ઇકબાલ ઇબ્રાહિમ ચલંગા (ઉ.વ.22) સામે થયો હતો, જે અંગ્રેજી દારૂના 5 કેસમાં પોલીસ ચોપડે ચડ્યો હતો અને તડીપાર કરવામાં આવ્યો હતો. 

આ આરોપી ફરી શુક્રવારે સલાયામાં દારૂનું નેટવર્ક ચાલુ કરવાની ફિરાકમાં હોવાની પૂર્વ બાતમી પોલીસને મળતાં સલાયા વિસ્તારમાંથી ઇકબાલ ચલંગાના ઘરે છાપો મારીને તેની અટક કરવામાં આવી હતી.
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: sayala bootlegger arrested by marine police
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended