Home »Kutchh »Bhuj» Reduce Heat In Bhuj But Highest Heat In Gandhidham

ભુજમાં ગરમી આંશિક ઘટાડો પણ ગાંધીધામ સર્વાધિક તાપમાં શેકાયું

Bhaskar News, Bhuj | Apr 15, 2017, 04:35 AM IST

  • ભુજમાં ગરમી આંશિક ઘટાડો પણ ગાંધીધામ સર્વાધિક તાપમાં શેકાયું,  bhuj news in gujarati
ભુજ:  કચ્છમાં તીવ્ર ગરમીનું મોજું ફરી વળ્યું હોવાથી હવામાન વિભાગે જાહેર કરેલું ‘રેડએલર્ટ’ આગામી બે દિવસ ચાલુ રહેશે, એ વચ્ચે શુક્રવારે ભુજમાં પારો બે ડિગ્રી નીચો ઉતરતાં તાપમાં આંશિક રાહત વર્તાઈ હતી, પરંતુ રાજ્યમાં સર્વાધિક ઉંચું તાપમાન નોંધાવાથી ગાંધીધામ સંકુલમાં આકાશમાંથી આગ વરસતી હોય તેવો અનુભવ થયો હતો.
 
ભુજની હવામાન કચેરીની આગાહી પ્રમાણે હજુ પણ વિકએન્ડના બે દિવસ કાળઝાળ ગરમી પડે અને પારો 43 ડિગ્રીથી ઉપર રહે તેવી સંભાવના છે. પશ્ચિમ તથા ઉત્તર પશ્ચિમ દિશામાંથી ફુંકાતા ગરમ પવન તેમજ ભેજના સાવ ઓછા પ્રમાણને કારણે ગુજરાતમાં કચ્છ જાણે ગરમીનું ‘એપીસેન્ટર’ બન્યું છે.
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Reduce heat in Bhuj but highest heat in Gandhidham
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended