Home »Kutchh »Bhuj» Ready For Mini Parliament Memorial To Inaugurated In Kutch

ગુજરાતના આંગણે બન્યું મિનિ સંસદ ભવન, 12 એકરમાં ફેલાયેલું છે મેમોરિયલ

Bhavin Vora, Bhuj | Jan 08, 2017, 12:36 PM IST

ભુજ:બોલીવૂડ સ્ટાર્સ કે સેલિબ્રિટીઝ મામલે આજની યુવા પેઢીને ઝીણામાં ઝીણી ખબર હોય છે, પરંતુ ઇસવીસન 1600ના વર્ષમાં સુરત બંદરે જહાંગીરના દરબારમાં વેપાર વણજના બહાને આવીને હિન્દુસ્તાનમાં 200 વર્ષ રાજ કરનારા અંગ્રેજોને આપણા સ્વાતંત્ર સૈનિકોએ કેમ ખદેડ્યા તેના એકાદ-બે પ્રસંગ કહેવા હશે, તો પણ વિચારવું પડશે, પણ હવે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ આખોય સ્વાતંત્ર સંગ્રામ જીવંત બનાવાયો છે અને તે નજીકના દિવસોમાં લોકોને જીવંત રીતે જોવા મળશે. ભુજોડીમાં આશાપુરા ગ્રૂપ ઓફ કંપનીઝના કચ્છ નવનિર્માણ ટ્રસ્ટ  દ્વારા મિનિ સંસદની રેપ્લિકામાં તૈયાર કરાયેલું વંદે માતરમ મેમોરિયલ તૈયાર થઇ ગયું છે, પણ વડાપ્રધાન આવીને તે લોકાર્પિત કરે તેની રાહ જોવાઇ રહી છે.

સંસદ ભવનમાં ઓડિયો વિઝ્યુઅલ મ્યુઝિયમ તૈયાર

ભુજ તાલુકાના ભુજોડીમાં હિરાલક્ષ્મી મેમોરિયલ પાર્કના 12 એકર પરીસરમાં બનેલું વંદે માતરમ મેમોરિયલ કચ્છના પ્રવાસનનું નજરાણુ બની રહેવાનું છે. સંસદ ભવન કે જ્યાં આમ લોકોને જવામાં જાત ભાતની મંજૂરીઓની પ્રક્રિયા કરવી પડતી હોય છે, તેનો આધાર લઇને બનાવાયેલા હાફ મિનિ સંસદ ભવનમાં આવું ઓડિયો વિઝ્યુઅલ મ્યુઝિયમ તૈયાર થઇ ગયું છે. જેમાં આઝાદીના 17 એપિસોડ ઉભા કરાયા છે. દરેક એપિસોડ ઓછમાં ઓછી 15 મિનિટનો હોવાથી સહેલાણીઓએ બે કલાક જેટલો સમય સંસદમાં ગાળવાની તૈયારી સાથે જવું પડશે. જોકે, બહાર આવ્યા બાદ સંગ્રામમાં ભારતને આઝાદી મળી તેવો આનંદ પણ અનુભવાશે.

ભારતમાતાનું પાંચ ટન વજન ધરાવતું સ્ટેચ્યૂ

એકતરફ નજીકના વર્ષોમાં બનનારું ભુજિયાની તળેટીનું સ્મૃતિ વન, તો બીજી બાજુ હાફ સંસદ ભવન પણ કચ્છના પ્રવાસનમાં ચાર ચાંદ લગાવે તેમ સમજાઇ રહ્યું છે. કારણ કે, દેશમાં પ્રથમ વખત આઝાદી સંગ્રામનું 4ડી મ્યૂઝિમય પ્રથમ વખત નિર્માણ પામ્યું છે. એક લાખ સ્ક્વેર મીટરમાં બંધાયેલા જુદી-જુદી રેપ્લિકાઓના મેમોરિયલ પાર્કમાં સંસદ ભવનમાં પ્રવેશ કરતાંની સાથે ભારતમાતાનું પાંચ ટન વજન ધરાવતું સ્ટેચ્યૂ 25 ફૂટની ઊંચાઇ ધરાવે છે, તો શાંતિના 24 અને ક્રાંતિના 23 દૂત એવા સૈનિકોની તૈયાર કરાયેલી અઢી ટનની પેનલ પણ આકર્ષણરૂપ બનવાની છે. 

 
તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો અને વાંચો, આ મેમોરિયલ મિનિ સંસદ ઉભું કરાયું....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Ready For Mini Parliament Memorial to Inaugurated in Kutch
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext