Home »Kutchh »Bhuj» Rape Case On Bjp Candidate Women And Also Did Fir

વારંવાર દુષ્કર્મ થયુ, પોલીસ દાદ નથી આપતી, બોલો હુ શું કરુ?: માંડવી BJPની મહિલા સભ્ય

Bhaskar News, Mandavi | Feb 11, 2017, 03:13 AM IST

  • દુષ્કર્મનો ભોગ બનેલી માંડવીની ભાજપની મહિલાની તસવીર
ગાંધીધામ:  દોઢ વર્ષે અગાઉ આદિપુરમાં પોતાની બહેનના ઘરે આવેલી મહિલાને સબંધી મહિલાએજ કારમાં બેસાડી ગામમાં લઈ જવાનું કહિ કેફિ દ્રવ્ય પીવડાવ્યા બાદ 5 લોકોએ વિવિધ સ્થળોએ લઈ જઈ દુષ્કર્મ આચરી, ગોંધી રાખી હોવાનો આક્ષેપ થતા ખળભળાટ મચી ગયો હતો. પીડીત યુવતી દ્વારા ગાંધીધામ સ્થીત એસ.પી. કચેરીએ આ અંગે રજુઆત કરવામાં આવી હતી. શુક્રવારના મુળ માંડવીની યુવતી દ્વારા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષકને આવેદન પત્ર આપી ન્યાયની માંગ કરવામાં આવી હતી. 

પત્રમાં જણાવ્યા અનુસાર દોઢ વર્ષે પહેલાતે આદિપુરમાં પોતાની બહેનના ઘરે આવી હતી ત્યારે તેના ફઈએ ગામમાં ચાલ મારી સાથે, કામ છે તેમ કહિ ના પાડ્યા છતા બોલેરો કારમાં બેસાડી રબારી કલા ગાભા, રબારી દિલીપ માસ્ટર, રાણા કાણા, જલુબેનએ કોઇ કેફી દ્રવ્ય પીવડાવી દેતા તે બેહોશ થઈ ગઈ હતી. જ્યારે તેને ભાન આવ્યુ ત્યારે નખત્રાણાના ભીમપુર ગામમાં હોવાની ખબર પડી,જ્યાં તેના લગ્ન ધાકધમકી આપી જબરદસ્તી વૃધ્ધ સાથે કર્યા હોવાની સહિ કરાવી લીધી. ત્યારબાદ યુવતીને કોટડા લઈ જઈ ત્યાં તેનો બધા વચ્ચે અશ્લીલ વિડીયો બનાવી વારાફરતી તમામ શખ્સોએ સ્રુષ્ટી વિરુદ્ધનું ક્રુત્ય કર્યુ હતુ. ત્યારબાદ પણ અન્ય સ્થળો પર લઈ જઈ કરશન રાણા, જેસા વીસા રબારી, દેવા કાના સહિતનાઓએ દુષ્કર્મ આચરી ગોંધી રાખવામાં આવી હતી. 

આ દરમ્યાન તેને ગર્ભ રહેલ અને તબીબે વધુ સમય થયો હોવાથી ગર્ભપાતની ના પાડતા બાળકીનો જન્મ પણ થયેલ, આ બાળક કોનું છે તેનો પણ યુવતીને અંદાજો નથી ત્યારે સમય મળતા તે ભાગી છુટી અને ગઢસીસા પોલીસ સ્ટૅશનને પરીવારજનો સાથે ફરીયાદ નોંધાવા ગઈ ત્યારે નિવેદન લઈ ફરી આવવા જણાવાયુ હતુ. દસ દિવસ સુધી કોઇ કાર્યવાહિ ન થતા તે અંગે પુછતા સામે જેલમાં નાખવાની ધમકીઓ મળી હતી.
 
જેના કારણે આરોપીઓને હિંમત આવતા તેમણે કાળી ચૌદશના દિવસે બપોરે લુણવા ગામની સરકારી સ્કુલ પાસેથી મામાના ઘરે જઈ રહિ હતી ફરી આરોપીઓએ તેને જબરદસ્તી કારમાં બેસાડી ભીમપુરા લઈ ગયેલા જ્યાં આંગણવાડીમાં તેની સાથે મારકુટ કરી ફરી દુષ્કર્મ આચરી તેને રુમમાં ગોંધી રાખી હતી. જ્યાંથી તે કોઇ રીતે ભાગી છુટી આદિપુર મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી જ્યાં પણ યોગ્ય પ્રત્યુતર ન મળતા અંતે એસ.પી. ને રજુઆત કરી હતી. આરોપીઓમાંનો એક કોંગ્રેસના અગ્રણીઓ હોવાની ચર્ચા ઉઠવા પામી હતી. 
 
આગળ વાંચો: વધુ એક ભાજપની મહિલા પર દુષ્કર્મ થયું હોવાનો કિસ્સો
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: rape case on bjp candidate women and also did fir
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext