Home »Kutchh »Bhuj» Rain Water Save In Sukhpar, Continue 70 Tradition

ગુજરાતના આ ગામને ક્યારે નડ્યો નથી દુકાળ, મોદીએ પણ લીધી હતી નોંધ

Bhaskar News, Bhuj | Mar 20, 2017, 01:33 AM IST

  • .વરસાદી પાણીના સંગ્રહ માટે 5000 થી 25,000 લિટર સુધીના ટાંકા બનાવવામાં આવે છે.
ભુજ: ભુજ તાલુકાના સુખપર ગામમાં 3000 મકાન અને 25,000ની વસતી છે.આ ગામમાં વડીલો દ્વારા શરૂ કરવામાં આવેલી વરસાદી પાણીના સંગ્રહની 70 વર્ષ જુની પરંપરા આજે પણ નિભાવે છે ગામ લોકો અને વરસાદના સમયે 10 હજાર લીટર વરસાદી પાણીનો સંગ્રહ કરી હમેંશા લીલું રહે છે.વરસાદી પાણીના સંગ્રહ માટે 5000 થી 25,000 લિટર સુધીના ટાંકા બનાવવામાં આવે છે. 
 
સરકારની અનેક યોજનાઓ હોવા છતાં કોઇપણ જાતની સહાયની અપેક્ષા વગર સંપુર્ણ સ્વાવલંબી રીતે સુખપરના લોકોએ વર્ષોની પરંપરા જાળવી છે.આ બાબતે ગામના અગ્રણીએ વધુમાં જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં હમણા કહ્યું કે પાણીની તંગી નિવારવા વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઇએ પરંતુ સુખપર ગામના લોકો તો 70 વર્ષથી વરસાદી પાણીનો સંગ્રહ કરી રહ્યા છે.

આ બાબતે સુખપર ગામના અગ્રણી રામજીભાઇ વેલાણીએ  વીગત આપતાં જણાવ્યું હતું કે,આ વરસાદી પાણીના સંગ્રહ માટે ગામની શાળાઓ,મંદિરો,સમાજવાડીઓ અને 80 ટકા મકાનોમાં બે અંડરગ્રાઉન્ડ ટાંકા બનાવવામાં આવે છે જેમાં એક ટાંકામાં પંચાયતનું પાણી હોય છે અને બીજા ટાંકામાં વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે.

વરસાદ પડતાં ધાબાનું પાણી એક ખાસ પાઇપ વાટે નીચે જે ટાંકો બનાવવામાં આવ્યો હોય તેમાં જમા થાય અને આ ટાંકામાં પાણીને ફિલ્ટર કરવા માટેની લેયર રાખવામાં આવી હોય છે અમે આ પાણીનો પીવામાં અને રસોઇમાં ઉપયોગ કરીએ છીએ.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Rain water save in Sukhpar, continue 70 tradition
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended