Home »Kutchh »Bhuj» Public Alert On The Coastal Border Of Kutch

કચ્છની દરિયાઇ સરહદે એલર્ટ જાહેર, માછીમારોને હદની અંદર ન આવવા સૂચના

Bhaskar News, Bhuj | Apr 20, 2017, 02:17 AM IST

  • કચ્છની દરિયાઇ સરહદે એલર્ટ જાહેર, માછીમારોને હદની અંદર ન આવવા સૂચના,  bhuj news in gujarati
ભુજ:કચ્છની અતિ સંવેદનશીલ જખૌ દરિયાઇ સીમા પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કોસ્ટગાર્ડ અને નેવી દ્વારા ‘સાગર કવચ’ કવાયત કરવામાં આવશે. તા.23/4થી શરૂ થતી આ કવાયત ત્રણથી પાંચ દિવસની હશે, જે સમયગાળા દરમિયાન માછીમારોને નક્કી કરેલી હદની અંદર ન આવવા સૂચના આપવામાં આવી છે.

કોસ્ટગાર્ડ તથા નેવી કરશે તા.23મીથી કવાયત

આ બાબતે આંતરિક સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે કચ્છની દરિયાઇ સીમા અતિ સંવેદનશીલ છે અને તેમાં પણ મોટાભાગે ઘૂસણખોરી, પાક. મરિન દ્વારા ભારતીય માછીમારોના અપહરણ જેવી નાપાક હરકતો આ સીમા પર થતી હોય છે, ત્યારે આ મહત્ત્વની તથા સંવેદનશીલ દરિયાઇ સીમા પર સમયાંતરે બીએસએફ, નેવી, કોસ્ટગાર્ડ તથા મરીન પોલીસ દ્વારા આ પ્રકારની કવાયત કરવામાં આવતી હોય છે. આ કવાયત થવાની હોય તેના બે દિવસ પહેલાં એલર્ટ જાહેર કરી દેવામાં આવે છે, જેથી આ વિસ્તારના માછીમારો નક્કી કરેલી હદમાં ન પ્રવેશે અને સુરક્ષા એજન્સીઓને કવાયત દરમિયાન કોઇ અડચણ ઉભી ન થાય.

પાક. મરીન એજન્સી દ્વારા ભારતીય માછીમારોના અપહરણ

23 તારીખથી શરૂ થનારી આ સાગર કવચ એક્સરસાઇઝ માટે તા.21 એપ્રિલે ઉચ્ચ સ્તરીય બેઠક મળશે, જેમાં કઇ રીતે કવાયત કરવામાં આવશે તે અંગેના નિર્ણય લેવામાં આવશે. આ કવાયત હાલના સંજોગો પ્રમાણે અતિ મહત્ત્વની બની રહેશે. કારણ કે, પાક. મરીન એજન્સી દ્વારા સતત આપણી સરહદમાં ઘૂસી ભારતીય માછીમારોના અપહરણ કરવામાં આવ્યા છે, તો અત્યારના કુલભૂષણ જાદવને પાકે ફાંસીના લીધેલા નિર્ણય બાદ વણસેલા સંબંધો દરમિયાન આ કવાયત સરહદી સુરક્ષા એજન્સીઓ માટે મહત્ત્વની બની રહેશે.
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Public Alert On The Coastal Border of Kutch
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended