Home »Kutchh »Bhuj» Picture Of Charidhandh Romantic Evening

રમણીય તસવીર: દેશના છેવાડાની સરહદે આવેલા છારીઢંઢની મનોહર સંધ્યા

Bhaskar News, Bhuj | Mar 03, 2017, 01:32 AM IST

  • વિવિધ પક્ષીઓના સંવનન માટે પ્રિય તેવા છારીઢંઢ અત્યારે દેશ-દેશાવરના વિહંગો માટે પ્રસ્થાનની ઋતુ છે.
ભુજ:  દેશના છેવાડાના સરહદી જિલ્લા કચ્છની તાસીર દેશના અન્ય પ્રદેશ કરતા વિશિષ્ટ છે. શિયાળામાં ઠંડી ચરમસીમાએ હોય છે, તો ઉનાળાની ગરમીમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને અડે છે. વિવિધ પક્ષીઓના સંવનન માટે પ્રિય તેવા છારીઢંઢ અત્યારે દેશ-દેશાવરના વિહંગો માટે પ્રસ્થાનની ઋતુ છે. શિયાળાની વિદાય થઈ ચૂકી છે અને ઉનાળાની હૂંફાળી શરૂઆત થઈ છે. ત્યારે રણ પ્રદેશની સાંજ હંમેશાં નયનરમ્ય હોય છે. સામાન્ય રીતે હિલ સ્ટેશનમાં દેખાતા રમણીય દૃશ્ય તસવીરમાં ઝડપાઈ છે. વાતાવરણમાં ઉપરની હવા ગરમ અને નીચેની ઠંડી થતા વાદળ જેવો આવરણ સર્જાય છે.  જેને કારણે બળબળતી બપોર બાદ સાંજે ઠંડક થઈ જાય છે. 
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Picture of Charidhandh Romantic evening
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended