Home »Kutchh »Bhuj» People Absent In Firefighting Day At Bhuj

ભુજમાં આગ ઝરતી ગરમીમાં અગ્નિશમન દિનના કાર્યક્રમમાં લોકો રહ્યા ‘ઘેરહાજર’

Bhaskar News, Bhuj | Apr 15, 2017, 04:20 AM IST

ભુજ:  ભુજમાં નાગરિક સંરક્ષણ કચેરી,નગરપાલિકા તથા ભાડા દ્વારા ફાયર સર્વિસ દિવસે લોક જાગૃતિ માટે પ્રયાસ તો સારો કરવામાં આવ્યો પરંતુ કાળઝાળ પડી રહેલી ગરમીમાં લોકોની હાજરી નહિંવત રહી હતી.14 એપ્રીલ એટલે વીશ્વ ફાયર સર્વિસ ડે,આ દીવસે આગના બનાવ સમયે ફાયર ફાઇટર કઇ રીતે કામગીરી કરે છે તેનું નિદર્શન અને લોકોમાં આવા આપાતકાલિન સમયે શું કરવું જોઇએ તે માટે લોક જાગૃતિ ફેલાવવામાં આવે છે.ભુજમાં નાગરિક સંરક્ષણ કચેરી અને નગરપાલિકા દ્વારા વિશ્વ અગ્ની શમન દિવસે શુક્રવારે બપોરે તમામ ફયાર ફાઇટર વાહનો સાથે રેલી દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.આ રેલીને કલેક્ટર મુકુલ ગાંધીએ સ્ટાર્ટ આપ્યો હતો.
 
આ રેલી બાદ જ્યુબીલી ગ્રાઉન્ડ ખાતે કચ્છમાં કામગરી કરતા આધુનિક ફાયર ફાઇટર વાહનો દ્વારા કયા પ્રકારની આગ વખતે કઇરીતે કામગીરી કરવામાં આવે છે તેનું નિદર્શન કરવામાં આવ્યું હતુ઼,જેમાં બીકેટી કંપનીના ફાયર ફાઇટર્સ દ્વારા ફર્મના ઉપયોગથી આગ કાબુમાં લેવામાં આવી હતી,ભુજ નગર પાલિકાના ફાયર ફઇટર્સ દ્વારા બહુમાળી બિલ્ડીંગમાં આગમાં ફસાયેલા ઘાયલોને કઇ રીતે રેસ્ક્યુ કરવામાં આવે છે તેનું રેસ્ક્યું ઓપરેશનનું નિદર્શન કરવામાં આવ્યું હતુ઼ં,જેમાં બીએસએફના જવાનોએ જે સ્ક્ષ્થળે આગ લાગી તે સ્થળને કેવી રીતે કોર્ડન કરવામાં આવે છે તેનું નિદર્શન કર્યું હતુ઼ અને આપાત કાલિન સમયે ડીફેન્સની એમ્બ્યુલન્સ કેવીરીતે ઘાયલોને હોસ્પીટલ લઇ જાય છે તે દર્શાવાયું હતું. 

સંસદીય સચિવ વાસણ આહીર, ભુજના ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ, જીલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન ચાવડા, ભાડાના ચેરમેન કીરીટ સોમપુરા,ભુજ નગર પાલિકાના પ્રમુખ અશોક હાથી,રિજ્યોનલ ફાયર ઓફિસર આઇ.વી.ખેર,નાગરિક સંરક્ષણના પીઆઇ હરેશ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા.આધુનીક ફાયર ફાઇટર વાહનો દ્વારા કરવામાં આવેલા આ નિદર્શન નિહાળવા કાળઝાળ ગરમીને કારણે લોકોની પાંખી હાજરી રહી હતી.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: people absent in Firefighting Day at Bhuj
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended