Home »Kutchh »Bhuj» Pakistani Boat Crack Before To Koteshwar

કોટેશ્વર સુધી પહોંચે તે પહેલા પાકિસ્તાનની બે બોટ તૂટી પડી

Bhaskar News, Narayan Sarovar | Feb 04, 2017, 02:11 AM IST

  • કોટેશ્વર સુધી પહોંચે તે પહેલા પાકિસ્તાનની બે બોટ તૂટી પડી,  bhuj news in gujarati
ના.સરોવર:મંગળ,બુધ અને ગુરૂવારે એમ સતત ત્રણ દિવસમાં કચ્છના ક્રીક વિસ્તારમાંથી મળેલી ચાર પાકિસ્તાની બિનવારસુ બોટને ગુરૂવારે મોડી રાત થી શુક્રવારે બપોર સુધીમાં સ્થાનિક સાગરખેડુની મદદથી કોટેશ્વર જેટી ઉપર લઇ આવવામાં આવી હતી તેમાંથી બે બોટ તો જેટે સુધી પહોંચતા સુધીમાં જ તુટી પડી હતી.

બીએસએફની 108મી બટાલિયનના જવાનોને મંગળવારે નળ વિસ્તારમાંથી 1 પાકિસ્તાની બિનવારસુ બોટ,બુધવારે પાબેવાળી ક્રીકમાંથી બે બોટ અને ગુરૂવારે વહેલી સવારે પીર સેનાઇ ક્રીક વિસ્તારમાંથી 1 બોટ એમ કુલ ચાર બિનવારસુ બોટ અને માછીમારીનો સામાન મળી આવ્યો હતો.

જાણવા મળતી માહિતી પ્રમાણે આ ચાર બિનવારસુ પાકિસ્તાની બોટના એન્જિન ચાલુ કરવાના હેન્ડલ ઘુસણખોરો ભાગતી વખતે ભેગા લઇ જતાં આ બોટ ચાલુ કરવામાં સમય લાગ્યો હતો.આ તમામ બોટની હાલત નબળી હોતાં કોટેશ્વર જેટી સુધી પહોંચતા સુધીમાં ચારમાંથી બે બોટ તુટી ગઇ હતી,તો બાકીની બે બોટમાં પણ કંઇ દમ નથી. 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચાર બોટના માલ સામાન નું લિસ્ટ તૈયાર કરી પંચનામું કર્યા બાદ બોટ અને સાધન સામગ્રી શનિવારે કસ્ટમને સોંપવાની કાર્યવાહી બીએસએફ દ્વારા કરાશે.આ ચાર બોટમાં માછીમારીના સાધન,રાશન,ડિઝલ જેવી પરચુરણ વસ્તુઓ છે,તો મોબાઇલ સહિતની વસ્તુઓની તપાસ બાદ બીએસએફ નારાયણ સરોવર પોલીસને સોંપશે.
 
છેલ્લા ત્રણ દિવસથી સતત મળીઆવેલી બિનવારસુ પાકિસ્તાની બોટને ધ્યાનમાં લઇ સુરક્ષા એજન્સીઓ હજી પણ સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે અને કચ્છના અટપટા ક્રીક વિસ્તારમાં સતત ચાંપતી નજર રખાશે.
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Pakistani boat crack before to koteshwar
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended