Home »Kutchh »Bhuj» Officers Use Bhim App, Office-Holder Fifty-Fity In Bhuj

ભુજ: અધિકારીઓ ભીમ એપથી સજ્જ, પદાધિકારીઓમાં ફિફટી ફિફ્ટી

Bhaskar News, Bhuj | Apr 15, 2017, 02:45 AM IST

ભુજ:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડો. બાબા સાહેબ આંબેડકરની જયંતી નિમિત્રે નાગપુરથી ભીમ એપને પ્રોત્સાહન આપીને ડીજીટલ ઇકોનોમી સાથે દેશને આગળ વધારવાની હિમાયત કરી. આ દરમિયાન કચ્છના પદાધિકારીઓ અને અધિકારીઓ કેટલા સજ્જ છે તે જાણવાનો પ્રયાસ કર્યો તો મોદીના આ ડીજીધનના વિચારને મોટાભાગનાઓએ અમલમાં મૂક્યો હોવાનું પણ તથ્ય બહાર આવ્યું હતું. સાંસદ વિનોદ ચાવડા અને કલેકટર મુકુલ ગાંધી આ એપ ઉપરાંત મોબાઇલથી ઓનલાઇન ટ્રાન્ઝેક્શનમાં અગ્ર હોવાનું પણ જાણવા મળ્યું હતું.
 
ભુજના ટાઉનહોલમાં જિલ્લા વહીવટી તંત્રે યોજેલા વડાપ્રધાનના નાગપુરના જીવંત સમારોહના સ્ક્રીન પ્રસારણમાં જિલ્લાના મોટાભાગના પદાધિકારીઅો અને અધિકારીઓ શ્રોતા બન્યા હતા અને મહારાષ્ટ્રના ઉપપાટનગર નાગપુરના વિકાસનું વિઝન નિહાળ્યું હતું. દરમિયાન દેશની 75 ટાઉનશિપ ડીજીટલ બની તેમાં મુન્દ્રાની અદાણી, સીજીપીએલ સહિતનો સમાવેશ જોવા મળ્યો હતો.
 
આ પ્રસારણમાં ઉડીને આંખે વળગે તેવી વાત એ હતી કે કચ્છના વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને જિલ્લા યુવા ભાજપ દ્વારા યોજાયેલા મેડિકલ કેમ્પમાં ભાગ લેવા અાવેલા લોકો સામેલ થયા હતા. જોકે મોદી સિવાયના અન્ય કેન્દ્રીય મંત્રીઓના પ્રવચનમાં કંટાળેલા લોકો ઉંઘતા જોવા મળ્યા હતા. તો નવીનીકરણ પામેલા ટાઉનહોલમાં એસીની પૂરતી અસર ન હોવાનું અને સામાન્ય ગરમી લાગી હોવાની પણ ફરિયાદ સાંભળવા મળી હતી. 

બપોરે 12થી 2.30 સુધી ચાલેલા આ સમારોહમાં ભુજમાં જિલ્લા તંત્ર વતી સ્વાગત જિલ્લા પુરવઠા અધિકારી ઇન્દ્રજીતસિંહ વાળાએ કર્યું હતું . તંત્રના સંકલનકર્તા તરીકે અધિક કલેકજ્ઞર ડી.આર. પટેલ તેમજ ભુજના પ્રાંત અધિકારી ડી.સી. જોષી સહિતના સામેલ થયા હતા.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Officers use Bhim app, office-holder fifty-fity in Bhuj
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended