Home »Kutchh »Bhuj» Nailiya Rape Scam Victim Girl Suicide Note In Kutch

નલિયા દુષ્કર્મકાંડ: ‘પપ્પા, મને લાલ સાડી-બંગડી પહેરાવી અગ્નિદાહ આપજો’

divyabhaskar.com | Feb 14, 2017, 08:07 AM IST

  • નલિયા દુષ્કર્મકાંડ: ‘પપ્પા, મને લાલ સાડી-બંગડી પહેરાવી અગ્નિદાહ આપજો’,  bhuj news in gujarati
ભુજ:નરાધમોના અવિરત દુષ્કર્મથી ત્રાસીને મુંબઇમાં બે વખત આપઘાતનો પ્રયાસ કરી ચૂકેલી પીડિતાની સ્યૂસાઇડ નોટ જ તેના જીવનનો ટર્નિંગ પોઇન્ટ બની હતી તેમજ સમગ્ર નલિયા કાંડ બહાર આવવા માટે મહત્ત્વની સાબિત થઇ હતી.
 
સ્યૂસાઇડ નોટ બની જીવન અને કાંડનો ટર્નિંગ પોઇન્ટ

બીજી વખતના આપઘાતના પ્રયાસ વખતે પતિએ તેને બચાવી, હાથમાં સ્યૂસાઇડ નોટ આવતાં તેની 20 વર્ષીય પત્ની પર શું વીતી છે તેની જાણ થઇ, પણ આ પતિએ સમજદારી દાખવીને પીડિતાને તરછોડવાને બદલે તેને મોટો સધિયારો આપ્યો. નવું બળ મળતાં જ દુષ્કર્મીઓ સામે ફોજદારી નોંધાવી તેને ઉઘાડા પાડવા પીડિતાએ મનમાં ગાંઠ વાળી હતી. નાલાસોપારા (મુંબઇ)માં કરેલા જીવ આપવાના એક પ્રયાસ વખતે તેણે ‘પપ્પા’ને સંબોધીને લખેલી સ્યૂસાઇડ નોટ કોઇને પણ હચમચાવી મૂકે તેવી છે. 
 
પીડિતાએ બે વખત કર્યો’તો આપઘાતનો પ્રયાસ

પાંચ પાનાની સ્યૂસાઇડ નોટમાં મા-બાપના સંબંધના ચડાવ-ઉતાર, મુંબઇથી નલિયા-કોઠારા સુધીનું જીવન, દુષ્કર્મકાંડના દલદલમાં ફસાવાની કહાની, વગેરે વર્ણવીને છેલ્લે નાલાસોપારા પાડોશીનો ફોન આવે એટલે મને અંતિમ વિદાય આપવા આવજો, મમ્મીએ ગીરવે મુકેલા ફ્લેટમાં સુવડાવી, બેગમાં પડેલી લાલ સાડી અને લાલ બંગડી પહેરાવી, મારા વર, સાસુ-સસરાને બોલાવજો અને નાલાસોપારાના સ્મશાનમાં અગ્નિદાહ આપજો’ એવા શબ્દો સાથે સમાપન કર્યું હતું, એમાં નલિયાના મુખ્ય આરોપી એવા શાંતિ સોલંકીનો વારંવાર ઉલ્લેખ કરીને અનેક છોકરીને ફસાવનારા આ શખ્સને બરાબરનો પાઠ ભણાવવા વિનંતી પણ કરી હતી, સદભાગ્યે આ પીડિતા બચી ગઇ.
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Nailiya Rape Scam Victim Girl Suicide Note in Kutch
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended