Home »Kutchh »Bhuj» Modi Will Ingrate Bhuj Bus Station At Bhachau, Know Facilities

મોદી ભચાઉથી કરશે ભુજના ભવ્ય બસ સ્ટેશનનું ઓનલાઇન ખાતમુહૂર્ત, જાણો સુવિધાઓ

Prakash Dhiravani, Bhuj | May 18, 2017, 02:13 AM IST

ભુજ:  ભુજમાં જૂના અને જર્જરિત બસ સ્ટેશનના સ્થાને 12546 ચોરસ મીટર જમીન પર 37.17 કરોડના ખર્ચે આઇકોનીક બસ ટર્મિનલ બનવાનું છે, જેનું ખાતમુહૂર્ત ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નદૃષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મીના ભચાઉથી ઓનલાઇન કરવાના છે, જેથી ભુજ એસ.ટી. વિભાગીય નિયામકની કચેરીએ ભારે તૈયારીઓ ચાલી રહી છે. 

આઇકોનીક બસ ટર્મિનલ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના ધોરણે ડિઝાઇન, બિલ્ટ, ફાઇનાન્સ, ઓપરેટ અને ટ્રાન્સફર મોડેલ હેઠળ બાંધવામાં આવશે. બસ ટર્મિનલનો 6578 ચોરસ મીટર બાંધકામ વિસ્તાર છે. ડેપો અને વર્કશોપનો 2575 ચોરસ મીટર બાંધકામ વિસ્તાર રખાયો છે. 

કોમર્શિયલ બાંધકામ વિસ્તાર 12241 ચોરસ મીટર છે. 10.32 કરોડ રૂપિયા બસ ટર્મિનલ બાંધકામનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે, જેમાં કન્સેશન ફી 9 કરોડ રૂપિયા મળવાની અપેક્ષા છે. એવું ભુજ એસ.ટી. વિભાગીય  નિયામક બી.એન. ચારોલાએ જણાવ્યું હતું.
 
આગળ વાંચો: અદ્યતન બસ સ્ટેશનમાં શું-શું હશે સુવિધાઓ
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Modi will ingrate bhuj bus station at Bhachau, know facilities
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended