Home »Kutchh »Bhuj» MLA Chheda With His Son, Brother And Officer Against Police Complaint In Mundra

મુન્દ્રા: ધારાસભ્ય છેડા તેમના પુત્ર, ભાઇ, અધિકારી સામે પોલીસમાં અરજી

Bhaskar News, Mundra | Jan 08, 2017, 03:25 AM IST

  • મુન્દ્રા: ધારાસભ્ય છેડા તેમના પુત્ર, ભાઇ, અધિકારી સામે પોલીસમાં અરજી,  bhuj news in gujarati
મુન્દ્રા:મુન્દ્રા સ્થિત શેઠ આર.ડી. હાઈસ્કૂલ મધ્યે સરપંચ પદની મતગણતરી વેળાએ કાઉન્ટિંગ હોલમાં અમાન્ય રીતે પ્રવેશ કરનારા મુન્દ્રા માંડવી વિસ્તારના ધારાસભ્ય તારાચંદ છેડા, તેના પુત્ર જિગર છેડા, ધારાસભ્યના ભાઈ અને જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ગિરીશ છેડા તથા તેમને જવાબદારીથી વિમુખ રહી પ્રવેશ આપનારા પ્રાંત અને ચૂંટણી અધિકારી દિલીપસિંહ ચાવડા વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કરવાની માંગ જિલ્લા પંચાયતના સદસ્ય સલીમ જતે કરી છે.

જિલ્લા પંચાયતના કોંગ્રેસી સભ્ય સલીમ જતે પોલીસ થાણામાં આપેલી લેખિત ફરિયાદમાં ચૂંટણીના નિયમ મુજબ મતગણતરી મથકમાં ઉમેદવાર માન્ય એજન્ટ તથા નિમણૂક થયેલા અધિકારીઓ સિવાય અન્ય કોઈ હાજર રહી ન શકે અને આ અંગેની જવાબદારી ચૂંટણી અધિકારીની હોવાથી તે વખતના ચૂંટણી અધિકારી દિલીપસિંહ ચાવડા હોવા તરફ અંગૂલીનિર્દેશ કરી તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે. વિશેષમાં ચોંકાવનારો ખુલાસો કરતાં મતગણતરી સંપન્ન થયા બાદ ચૂંટણી અધિકારીએ મુકેશ ગોરને તેના હરીફ ઉમેદવાર ધર્મેન્દ્ર જેસર કરતાં બે મત વધારે હોવાનું મૌખિક જાહેર કર્યું હતું.

પ્રાંત અધિકારી જે.વી. દેસાઈ ધારાસભ્ય તારાચંદ છેડા તેમના પુત્ર જિગર છેડા તથા ભાઈ ગિરીશ છેડાને પોતાની સરકારી ગાડીમાં લઇ આવી સીધા મથકમાં પ્રવેશ અપાવ્યાનો આક્ષેપ કરી તેમણે કલમ 188નો ગુનો કર્યો હોવાનો અંગૂલીનિર્દેશ કર્યો છે. પ્રાંત તેમજ ચૂંટણી અધકારીએ રેકોર્ડ સાથે ચેડાં કરી પરિણામો બદલાવ્યાં હોવાનો દાવો કરી તમામ વિરુદ્ધ કલમ સહિતનો ઉલ્લેખ કરી ફોજદારી ગુનો દાખલ કરવાની માંગ કરી છે.
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: MLA Chheda With His Son, Brother and Officer Against Police Complaint in Mundra
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended