Home »Kutchh »Bhuj» Lakhpat Taluka Panchayat IRDP Strike

લખપત તાલુકા પંચાયતની IRDPના હંગામી કર્મીઓ હડતાળ ઉપર

Bhaskar News, Dayapar | Mar 17, 2017, 05:13 AM IST

  • લખપત તાલુકા પંચાયતની IRDPના હંગામી કર્મીઓ હડતાળ ઉપર,  bhuj news in gujarati
દયાપર:દયાપરમાં લખપત તાલુકા પંચાયતની કચેરી છે, જેમાં ગુરુવારે આઇઆરડીપીના હંગામી કર્મચારીઓ સમાન કામ, સમાન વેતન સાથે નોકરીમાં સુરક્ષાની માગણી સાથે હડતાળ ઉપર ઉતરી ગયા હતા, જેથી કચેરીના કામકાજ ઉપર વિપરીત અસર પડી હોવાના હેવાલ છે. પ્રાપ્ત વિગતો મુજબ કચેરીમાં મિશન મંગલમ, આરઆઇડીપી, મનરેગા, નરેગા સહિતની સરકારી વિવિધ યોજના હેઠળ લોકલક્ષી કામગીરી ચાલી રહી છે, જેમાં 15થી 20 જેટલા હંગામી કર્મચારીઓને નિમણૂક અપાઇ છે. 

જેમને કરાર આધારિત 11 માસના કોન્ટ્રાક્ટ ઉપર નોકરી પર રખાયા છે. જેઓ ગુરુવારે ઉગડતી કચેરીએ ગુજરાત સરકાર સાથે કામ કરી રહેલા કરાર આધારિત કર્મચારીઓને સમાન કામ, સમાન વેતન સાથે નોકરીની સુરક્ષાની માગણી પૂરી ન થાય ત્યા સુધી કામથી અળગા રહેવાનો નિર્ણય લીધો હતો.
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Lakhpat taluka panchayat IRDP strike
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended