Home »Kutchh »Bhuj» Kutch Farmers Will Make Alcohol In Dates, Wine Made In Rajasthan

કચ્છના ખેડૂતોનો અનોખો પ્રયોગઃ બનાવશે ખારેકમાંથી દારૂ, વાઇન હશે મેઇડ ઈન રાજસ્થાન

Ronak Gajjar, Bhuj | Apr 15, 2017, 04:00 AM IST

ભુજ: કચ્છમાં દારૂનું નામ પડે એટલે સીધું ગુજરાતનું ડ્રાયસ્ટેટ મોડલ સામે આવે,પણ છેવાડાના જિલ્લાના ખેડૂતે આઉટ ઓફ ધ બોક્ષ વિચારી કચ્છની ખારેક નિકાસ કરવાની જગ્યાએ તેમાંથી દારૂ બનાવવાનું નક્કી કર્યું છે. ટૂંક સમયમાં કોમર્શિયલ રીતે ભારતમાં ખારેકમાંથી દારૂ બનાવવાનો અને વેચાણનો આ પ્રથમ પ્રયોગ હશે. અલબત્ત આ વિસ્તારનો ખેડૂત આ પ્રકારના સાહસમાં સફળ નીવડ્યો હોય એવો પણ પ્રથમ કિસ્સો છે. 
 
કચ્છના રણજીતસિંહ નામના ખેડૂતે આ સાહસ કર્યું છે,કચ્છની ખારેકમાંથી બનેલો દારૂ કચ્છમાં નહિ બને કારણ કે દારૂબંધી થકી આ શક્ય નથી બન્યું,તેથી પાડોશી રાજ્ય રાજસ્થાનની સરકાર સાથે MOU કરી અંતે તેમને આબુ રોડ ખાતે દારૂ બનાવવાનું કારખાનું સ્થાપ્યું છે.પાંચ વર્ષ પહેલા કચ્છ ડેટ્સ ડેવલપમેન્ટ ગ્રુપ મારફતે અમુક ખેડૂતોએ સેમ્પલ મારફતે આ પ્રયોગ કર્યો હતો,પણ તે સફળ નીવડ્યો ન હતો.જણાવતા બાગાયત વિભાગના નાયબ નિયામક ફાલ્ગુન મોઢે ઉમેર્યું કે કચ્છમાં 17,800 હેકટર વિસ્તારમાં ખારેકનું ઉત્પાદન થાય છે. 

જેમાંથી 1,800 હેક્ટરમાં બરી ખારેક ઉત્પાદિત થાય છે.રાજસ્થાનમાં ફેક્ટરી સ્થાપતા પહેલા ખારેકમાંથી દારૂ બનાવવા રણજીતસિંહ દારૂની રાજધાની ગણાતા નાસિક ની મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં જઈ લોકોની અપેક્ષા જાણવા ગયા હતા,છેલ્લા બે વર્ષથી તેઓ આ પ્રયોગ કરી રહ્યા હતા. ‘ખેડૂતનો દારૂ’ એટલેકે પ્લીઝન્ટ્સ વાઈન બ્રાન્ડ નેમ રાખ્યું છે,જે પંજાબમાં રજીસ્ટર્ડ કરાવ્યું છે. તેમના મત મુજબ 50 રૂપિયે કિલો વેચાતી આ ખારેક માંથી ખેડૂત ચારથી પાંચ લાખ રૂપિયા પ્રતિ હેક્ટર કમાઈ શકે છે. 

દ્રાક્ષની જગ્યા એ ખારેક : વર્લ્ડવાઇડ છે ફેમસ  
સામાન્યતઃ દ્રાક્ષના સંયોજનથી આલ્કોહોલ સાથે દારૂની ઉત્પાદન કરવામાં આવે છે ત્યારે દ્રાક્ષની જગ્યા એ ખારેકના ઉપયોગથી બનવાયેલ પ્રથમ પ્રયોગ સાથેની પ્રોડક્ટ માર્કેટમાં આવવા તૈયાર છે. બીજી તરફ બરી ખારેક જેમાંથી આ વાઈન બનાવાયો છે તે મૂળ ઇરાકની છે,  આ ખારેક યુરોપ,મલેશિયા,કેનેડા અને અમેરિકામાં પ્રખ્યાત છે. 

કચ્છની ખારેકનો ટેસ્ટ કરશે ‘પાર્ટી ફેઈલ’  
બરી ખારેક માંથી દારૂ બનાવવાનો આ પ્રથમ પ્રયોગ હવે હાથવેંતમાં છે, 90,000 લીટર ખારેકનો દારૂ હવે બોટલમાં પેક થવા તૈયાર છે.ત્યારે કચ્છના મૂળનો દારૂ પિયક્કડને કેવો ચસ્કો લગાવે છે તે આવનારો સમય જ બતાવશે.
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Kutch farmers will make alcohol in dates, wine made in Rajasthan
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended