Home »Kutchh »Bhuj» IT 1000 Accounts Entry Investigation

સંકુલમાં 1000 ખાતાની એન્ટ્રીની IT કરશે તપાસ

Bhaskar News, Gandhidham | Apr 21, 2017, 04:17 AM IST

  • સંકુલમાં 1000 ખાતાની એન્ટ્રીની IT કરશે તપાસ,  bhuj news in gujarati
ગાંધીધામ:વૈભવી નગર ગાંધીધામમાં નોટબંધી બાદથી આવકવેરા વિભાગ સક્રિય થયુ હતુ અને દરોડાઓ, સર્વે થકી કરોડોની કરચોરીને પકડી તેમની પાસેથી કર વસુલ કરાયો હતો. જ્યારે કે નોટબંધી સબંધીત રોકડની શંકાસ્પદ હેરફેર સંદર્ભે પણ વિવિધ સ્થળોએ દરોડા પાડી કેસ કરવા સહિતની કાર્યવાહી કરાઈ હતી. આ દરમ્યાન શંકાસ્પદ રોકડની હેરફેર અને રોકડા અન્યના એકાઉન્ટમાં જમા કરાવવા જેવા મુદાઓને લઈને વિભાગે સંકુલ અને તેની સાથે સબંધ ધરાવતા બહારના એવા એક હજાર જેટલા એકાઉન્ટ્સની તપાસ કરવામાં આવશે. 

શંકાસ્પદ લાગતા કેસોની તપાસ કરી તેનો રીપોર્ટ ઉચ્ચ કક્ષાએ સબમીટ કરવાના આદેશના પગલે આઈટી વિભાગમાં ગરમીનો પારો વધુ ઉર્ધ્વગતિએ ચડ્યો હતો. ખાતા તપાસવાના નિર્ણયને પગલે સંકુલના અનેક ચમરબંધીઓના પગ નીચે રેલો પહોંચે તેવી સંભાવનાઓ હાલ તુરંત દેખાઇ રહી છે.  

પેટ્રોપપમ્પ -હોટેલ રડાર પર
ગાંધીધામ તાલુકામાં આવેલા પેટ્રોલપંપો દેશના સૌથી વધુ ટર્નઓવર ધરાવતા પેટ્રોલપંપોમાં સામેલ છે. જેનું કારણે પોર્ટ સીટી હોવાના કારણે દેશભરમાં અહીંથી વહન થતો માલ સામાન અને ટ્રાન્સપોર્ટેશન છે. અગાઉ પુર્વ કચ્છના કેટલાક પેટ્રોલ પંપ પર આઈટીએ લાલ આંખ કરી હતી ત્યારે સંકુલના કેટલાક નામી પેટ્રોલપંપો પર ટુંક સમયમાં આઈટી તવાઈ કરે તેવી સંભાવના સુત્રો વ્યક્ત કરી રહ્યા છે. તો બીજી તરફ હાઈવે પર આવેલી હોટલો કદી કોઇ વેરો દર્શાવતી ન હોવા અંગેની નનામી ફરિયાદના પગલે તે દિશામાં તપાસ આરંભાય તેવી સંભાવના પણ સુત્રોએ વ્યક્ત કરી હતી.

કોના વિરુદ્ધ કાર્યવાહી સંભવ છે?
> પોતાના રૂપીયા જેમણે બીજાના ખાતામાં જમા કરાવ્યા છે
> આઈટી રીટર્નમાં જાહેર આવક અને મુળ આવકમાં ફેરબદલ હોય તેવી પેઢી અને વ્યક્તિ
> પાનકાર્ડ કે કોઇ કેવાયસી જમા કરાવ્યા વીના રોકડ જમા કે અન્ય વ્યવહાર કર્યો હોય
> આઈટીની નોટિસને નજર અંદાજ કરી કોઇ પ્રત્યુતર ન પાઠવ્યો હોય

આઈટીના નામે વહેતો અફવાનો ધોધ
આવકવેરા વિભાગના સર્વે અને રેડ પડ્યાની અફવાઓ નોટબંધી બાદ વારંવાર ઉઠતી રહી છે. ત્રણથી વધુ વાર તો વેપારીઓએ આ અફવાને સત્ય માની પોતાની દુકાનો બંધ કરી ઘરભેગા થયાના બનાવો પણ બન્યા છે. દરમ્યાન ગાંધીધામ ઈન્કમ ટેક્સ કચેરીના એડીશનલ કમીશ્નર લલીત જૈન દ્વારા આવી કોઇ અફવા ન ફેલાવા કે વિભાગથી ન ડરવા નિવેદન પણ કર્યું હતું.
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: IT 1000 accounts entry Investigation
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended