Home »Kutchh »Bhuj» Indonesian Cigarettes Worth Rs 1 Crore Seized On Mundra Port

મુંદ્રામાં ઝડપાઇ ઇન્ડોનેશિયન સિગારેટ, ચપ્પલના ખોખામાં હતા 1 કરોડના પકેટ

Bhaskar News, Gandhidham, Mundra | Feb 04, 2017, 05:39 AM IST

  • બાળકોના ચપ્પલ ડિક્લેર કરી અંદર સિગારેટ્સના 96 કાર્ટુન ઘુસાડ્યા
ગાંધીધામ/મુંદ્રા:મુન્દ્રા બંદરે ડીઆરઆઈ ગાંધીધામ શાખાએ અખાતી દેશમાંથી આયાત થયેલી એક કરોડ રૂ કિંમતની ઈન્ડોનેશિયન બ્રાન્ડની સિગારેટનો જથ્થો ઝડપી લઇ દાણચોરોના ઈરાદાઓ પર પાણી ફેરવી દીધુ હતુ.

ડીઆરઆઈના સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર એજન્સીને મળેલી પૂર્વ બાતમી ના આધારે દુબઈથી આવેલા કન્ટેનરને ટાંચ માં લેવાયું હતું. બાળકોના પગરખા ઈંપોર્ટ કરતા હોવાનું જાહેર કરાયેલા આ કંટૅનરની સઘન તપાસ કરાતા અંદર 96 કાર્ટુન સિગારેટ્સનો જથ્થો મળી આવ્યો હતો. 

કરચોરોએ ડિઆરઆઈને ગોથું ખવડાવા કંટૅનરમાં શરુઆતની બે લાઈનમાં સુચીત પગરખાનો માલ પણ ગોઠવ્યો હતો. ત્યારબાદ પાછળની પાંચ પંક્તિમાં ખાલી બોક્સ રાખવામાં આવ્યા હતા. જેની પણ પાછળ સૌથી છેલ્લે ઈંડોનીશીયન ગુદાન ગરમ સિગારેટના 96 કાર્ટૂન છુપાવ્યા હતા જેને ડીઆરઆઈએ આગવી સૂઝથી ઝડપી લીધા હતા.તેને ખોલવામાં આવતાં અંદરથી ઈન્ડોનેશિયન બ્રાન્ડની લવીંગ ફ્લેવર ધરાવતી ગુદાન ગરમ નામક 13.82 લાખ નંગ સિગરેટનો જથ્થો મળી આવ્યો હતો.

દુબઈથી આયાત કરાયેલ કન્ટેનર દિલ્હીના તુગલખાબાદ આઇસીડી ખાતે રવાના થવાનું હતું તે પહેલા ડીઆરઆઈએ ઝડપી લીધું હતું. અહિ નોંધવુ રહ્યુ કે ગાંધીધામ ડિઆરઆઈની રીજનલ ઓફિસ દ્વારા માત્ર છ લોકોના સ્ટાફ સાથે ગત વર્ષેમાં સૌથી વધુ 1200 કરોડથી વધુના રીકવરી કેસ કર્યા હતા. 

દાણચોરીથી કમાયેલા નાણા આંતકવાદી પ્રવુતિમાં વપરાતા હોવાની આશંકા
સમયાંતરે અખાતી દેશોમાંથી ભારતમાં મિસડિક્લેરેશન કરી ઘુસાડવામાં આવતા સિગારેટના જથ્થા થકી સરકારી તિજોરીને મોટી રકમનો ટેક્સ ન મેળવી ધુમ્બો લાગતો હોવાનું કબૂલતાં કેન્દ્રીય એજન્સીઓ દાણચોરી માંથી ઉપજતા નાણાં આંતકવાદી પ્રવૃતિઓ માં વપરાતા હોવાની આશઁકા દર્શાવી હતી. રેવન્યુ નુકશાન બાદ દેશની સુરક્ષા સાથે પણ આ બાબતને જોડાતા તેની ગંભીર બની છે. 

આયાતકારી કંપનીના શખ્સની રાત્રે પુછપરછ કરાઈ
આ કન્સાઈમેંટ કોના દ્વારા મંગાવાયો છે તેની તપાસ ડિઆરઆઈની ગાંધીધામ શાખાએ આરંભતા સુરતની એક પેઢીનું નામ બહાર આવવા પામ્યુ હતુ. જેના એક શખ્સને પકડી પાડી તેની પુછપરછ આરંભાઈ હતી. આંતરીક સુત્રોના જણાવ્યા અનુસાર સબંધીત પેઢીએ અગાઉ મંગાવેલા સામાનની વિગતો વિશે પણ તપાસકાર્ય હાથ ધરાશે.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Indonesian cigarettes worth Rs 1 crore seized on Mundra Port
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended