Home »Kutchh »Bhuj» Immediate Arrest Of Vipul And Bhabhi In Nalia Rape Case At Bhuj

નલિયા દુષ્કર્મ કાંડમાં વિપુલ-ભાભીની તાત્કાલિક ધરપકડ કરો: હાઇકોર્ટ

Bhaskar News, Bhuj | Apr 20, 2017, 01:56 AM IST

  • નલિયા દુષ્કર્મ કાંડમાં વિપુલ-ભાભીની તાત્કાલિક ધરપકડ કરો: હાઇકોર્ટ,  bhuj news in gujarati
ભુજ:ગુજરાતના બહુચર્ચિત નલિયા દુષ્કર્મ કેસમાં પીડિતાએ કરેલી સ્પેશિયલ ક્રિમિનલ એપ્લીકેશનની સુનાવણીના અંતે રાજ્યની વડી અદાલતે બુધવારે જાહેર કરેલા ડાયરેક્શનમાં અારોપી વિપુલ અને આ કાંડમાં જેનું નામ સતત સંડોવાયેલું રહ્યું છે, એ ભાભીના નામે ઓળખાતી મહિલાને શોધી કાઢવા તેમજ ધરપકડ કરવા હુકમ કર્યો હતો.

પીડિતાની અરજીના હુકમમાં ‘સીટ’ની તપાસને યોગ્ય લેખાવી

જસ્ટીસ જે.બી. પારડીવાલાએ તા.12 એપ્રિલે મૌખિક હુકમ સંભળાવ્યા પછી બુધવારે આપેલા નિર્દેશમાં પીડિતાએ સીબીઆઇ કે અન્ય એજન્સી મારફત દુષ્કર્મકાંડની તપાસ કરાવવા કરેલી માગણીને પુન: નકારી કાઢી હતી તેમજ પ.કચ્છ પોલીસ રચિત વિશેષ તપાસ ટુકડી (સીટ) દ્વારા તપાસ તટસ્થ અને યોગ્ય રીતે થઇ હોવાનું તારણ આપ્યું હતું. સાથોસાથ તપાસનીશો દ્વારા પીડિતાને હેરાનગતિ થાય એવી કાર્યવાહી નહીં કરવા આદેશ કર્યો હતો, તો પીડિતાએ પણ તપાસમાં સાથ-સહકાર આપવો એવું જણાવ્યું હતું. હાઇકોર્ટે પીડિતા અને સરકાર એમ બન્ને પક્ષના વકીલોની રજૂઆત અને દલીલો સાંભળ્યા પછી બુધવારે 51 પાનાનો વિસ્તૃત ચુકાદો જાહેર કર્યો હતો.
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Immediate Arrest of Vipul and Bhabhi in Nalia Rape Case at Bhuj
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended