Home »Kutchh »Bhuj» Heatwave In Kutch: 44.5 Degree, 44.2 Degree Temperature

કચ્છ અગનભઠ્ઠીમાં ફેરવાયું: કંડલા 44.5-ભુજમાં 44.2 ડિગ્રી, હિટવેવ જારી રહેવાની શક્યતા

Bhaskar News, Bhuj | Apr 13, 2017, 01:59 AM IST

  • 44.5 ડિગ્રી રહેતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.
ભુજ: સપ્તાહના ઉઘડતા દિવસે સોમવારથી કચ્છમાં ગરમીનો પારો ઉત્તરોત્તર વધતાં બુધવારે અગનભઠ્ઠીમાં ફેરવાયું હતું. કંડલામાં 44.5 અને ભુજમાં 44.2 જેટલા મહત્તમ તાપમાન સાથે લોકો રીતસરના શેકાયા હતા, જેના કારણે જન જીવન પ્રભાવિત થયું હતું. ગરમીના તીવ્ર મોજામાં લપેટાયેલાં કંડલા એરપોર્ટ પર 44.2 અને નલિયામાં 42.8 ડિગ્રી સાથે અંગ દઝાડતી ગરમી અનુભવાઇ હતી. 

દરમિયાન, હવામાન વિભાગે શુક્રવાર સુધી હિટવેવ જારી રહેવાની શક્યતા વ્યક્ત કરીને શનિવારથી ગરમીમાં આંશિક રાહત રહેશે તેમ જણાવ્યું છે. મંગળવારે 43.5 ડિગ્રી સાથે રાજ્યમાં મોખરે રહેલાં કંડલા પોર્ટમાં સૂર્ય આગ ઓકતો હોય તેવા તાપ સાથે મહત્તમ પારો એક આંક ઉંચો ચડીને 44.5 ડિગ્રી રહેતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. મધ્યાહને પંખા અને એર કૂલર જેવા ઉપકરણો પણ ગરમી સામે વામણા સાબિત થયાં હતાં. 

ભુજ પણ 44.2 ડિગ્રી સાથે અગનભઠ્ઠીમાં ફેરવાયું હતું. બપોરે ચૈત્ર માસના ઉના વાયરાથી જન જીવન અસ્ત વ્યસ્ત બન્યું હતું. સૂર્યાસ્ત બાદ પણ પ્રતિ કલાક 6 કિલોમીટરની ગતિએ ગરમ હવા ફૂંકાતાં શહેરીજનો ત્રસ્ત થયા હતા. એપ્રિલના મધ્યમાં ઉનાળો આટલો આકરો છે તો મે માસમાં શું દશા હશે તેવા વિચારે લોકો અકળાયા હતા.

હિટવેવમાં લપેટાયેલાં ગાંધીધામ નજીકના કંડલા એરપોર્ટ પર મહત્તમ પારો 44.2 જેટલો ઉંચે ચડી જતાં ગાંધીધામ સંકુલ શેકાયું હતું, તો નલિયામાં 42.8 ડિગ્રી સાથે આકરો તાપ અનુભવાયો હતો. દરમિયાન, ન્યૂનત્તમ તાપમાન ભુજમાં 25.2, નલિયામાં 17.2 તેમજ કંડલામાં 24.2 ડિગ્રી રહેતાં પરોઢિયે ગરમીમાં રાહત અનુભવાઇ હતી.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો. 
(Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Kutchh Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Heatwave in Kutch: 44.5 degree, 44.2 degree temperature
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended