Home »Kutchh »Bhuj» Gujarat Pradesh Yuva Morcha Pramukh Dr. Rutvij Patel Visit In Kutch

ભુજ: ડો. ઋત્વિજ પટેલ શબ્દોરૂપી સારવાર કરવાનું પણ ચૂક્યા

Bhaskar News, Bhuj | Feb 13, 2017, 09:23 AM IST

  • ડો. ઋત્વિજ પટેલને આવકારવામાં યુવા કાર્યકરોએ રૂા. 10ની નોટોના વરસાદમાં નાચ્યા
ભુજ:રાજ્યભરમાં નલિયાનો સામૂહિક રેપ કેસ ચર્ચામાં છે તેવા રાજકીય માહોલ વચ્ચ઼ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વચ્ચે ગુજરાત પ્રદેશ યુવા મોરચાના નવનિયુક્ત પ્રમુખ ડો.ઋત્વીજ પટેલ કચ્છની મુલાકાતે આવ્યા હતા. નોંધનિય મુદ્દો એ રહ્યો કે કચ્છની યુવતી જ્યારે પીડિતા બની છે અને ભાજપે જ તેમના હોદ્દેદારો કે કાર્યકરોને આ પ્રકરણમાં સસ્પેન્ડ કર્યા છે ત્યારે ડો. પટેલે નલિયાનો ન પણ બોલ્યા ન હતા અને પીડિતાને સાંત્વનારૂપ એક શબ્દનો ઉચ્ચાર કરવાનું પણ જાણે ચુક્યા હોય તેમ ફૂટેલા ફટાકડા અને ઉડેલી ફુલોની છોળો વચ્ચે દબાઇ ગયું હતું. યુવા સંગઠનનો કાર્યક્રમ હોવા છતાં યુવતીની નોંધ લેવાઇ ન હતી.

ડીજે અને ઢોલીઓના તાલે યુવા મોરચો નાચ્યો

રવિવારે કચ્છ જિલ્લા ભાજપ યુવા મોરચા આયોજિત અભિવાદન સમારોહ માટે પ્રદેશ ગુજરાતના યુવા અધ્યક્ષ ડો. ઋત્વિજ પટેલ કચ્છ આવ્યા હતા. ભુજના આરટીઓ સર્કલ પાસેથી બાઇક રેલી દ્વારા કચ્છના યુવા મોરચાએ તેમનું સ્વાગત કર્યું હતું.શહેરના મુખ્ય માર્ગો પર ફરી સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કર્યા હતા અને ત્યાંથી ડીજે અને ઢોલીઓના તાલ સાથે નાચતા-નાચતા નવનિર્મીત ટાઉનહોલ પહોંચ્યા હતા. ડીજે પર ‘ચાર બંગડી વાળી’ ગીત વાગતાં જ આ યુવા પ્રમુખ અને યુવા કાર્યકરોએ રૂ.10ની નોટો ઉડાડી હતી અને નીચે પડેલી આ નોટો પર પગ પડતા હતા છતાં આ યુવા મોરચો નાચ્યો હતો.

કોંગ્રેસ માત્ર પ્રોક્ષી યુધ્ધ સિવાય કંઇ કરી શકે તેમ નથી

વાજતે ગાજતે ટાઉનહોલ ખાતે પહોંચ્યા બાદ નવનિયુક્ત પ્રદેશ પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું હતુ઼. ટાઉનહોલમાં યોજાયેલી પ્રથમ રાજકીય સભામાં પોતાના વકત્વ્યમાં આ યુવા નેતાએ નાપાક,નાલાયક જેવા અસભ્ય શબ્દો બોલી કોંગ્રેસને આડે હથ લીધી હતી અને જણાવ્યું હતું કે ,નાપાક કોંગ્રેસીયાઓથી માત્ર પોસ્ટરો જ તૂટી શકે તેમને એ ખબર નથી કે આવનારી 2017ની ચૂંટણીમાં તમારું પાનું જ અમે ફાડી નાખશું.વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસે અત્યારે કોઇ મુદ્દો નથી કોઇ સબળ નેતૃત્વ નથી આ અનાથ બનેલા કોંગ્રેસ માત્ર પ્રોક્ષી યુધ્ધ સિવાય કંઇ કરી શકે તેમ નથી.

હું કચ્છ ભાજપના યુવા મોરચાને જવાબદારી સોંપું છુ

કોંગ્રેસના શાસનમાં તે લોકોએ માત્ર કાળા નાણા અને ભ્રષ્ટાચાર સિવાય દેશને કંઇ નથી આપ્યું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણો દેશ મહાસત્તા બનવા આગળ વધી રહ્યો છે ત્યારે કોંગ્રેસીયાઓના પેટમાં તેલ રેડાય છે અને જાતિવાદ અને ભ્રામક વાતો ફેલાવી લોકોને ભ્રમિત કરેછે. હું અને નીમાબેન બે ડોક્ટર છીએ અને ડોક્ટર તરીકે કહું તો શરીરમાં કંઇ પણ ખરાબો હોય તો જે ભાગમાં ઇન્ફેક્શન થયું હોય તે ભાગમાંથી ઇન્ફેક્શન કાઢવું પડે, હું કચ્છ ભાજપના યુવા મોરચાને જવાબદારી સોંપું છુ કે કચ્છમાં પણ એક તાલુકામાં ઇન્ફેક્શન છે તે દૂર કરી આ તાલુકામાં પણ કેસરીયો લહેરાય તેવી કામગીરી કરવાની છે આમ કહી તેમણે શક્તિસિંહ ગોહિલ સામે ઇશારો કર્યો હતો.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, 20 બેરોજગારોને એપોઇટમેન્ટ લેટર ઇશ્યુ કરાયા...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Gujarat Pradesh Yuva Morcha Pramukh Dr. Rutvij Patel Visit in Kutch
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext