Home »Kutchh »Bhuj» Naliya Rape Case: Gita Sripal Said If My Crime Exits Then Shall Me Put On The Gallows

નલિયાકાંડ: 'દૂધનું દૂધ પાણીનું પાણી થશે,' પૂર્વ પતિને પીડિતાનો પડકાર

divyabhaskar.com | Feb 13, 2017, 16:37 PM IST

ભુજ:‘ધાકધમકી અને મબલખ નાણાની ઓફરથી કામ ન બન્યું અને ફરીયાદ પછી પોલીસનો સંકજ કસાયો છે એટલે દુષ્કર્મી ગેંગે જ મારા પૂર્વ પતિને રાતોરાત મીડિયા સમક્ષ ખડો કર્યો છે’ એવું જણાવતા નલિયાની પીડિતાએ આક્ષેપો પુરવાર કરવા પડકાર ફેંક્યો છે. દિવ્ય ભાસ્કરની સમક્ષ પીડિતા વિફરેલી હતી, છૂટાછેડાના દસ્તાવેજ દર્શાવ્યા હતા. દિવ્ય-ભાસ્કર સમક્ષ બીજી વખત આવેલી પીડિતાએ રવિવારે વધુ એક ઘટસ્ફોટ કરતાં જણાવ્યું હતું કે, ‘મેં નલિયામાં એફ.આઇ.આર. નોંધાવી તેની આગલી સાંજે મારા પપ્પાને ડરાવવા, લલચાવવા કોઠારા ગામેથી કારમાં લઇ જવાયા હતા’.
પૂર્વ પતિના આક્ષેપોના જવાબ

આક્ષેપ: પીડિતા 25 હજાર લઇને ભાગી ગઇ

જવાબ: છૂટાછેડાના દસ્તાવેજ બતાવતાં કહ્યું કે, કંઇ પણ લીધા-દીધા વગર અમે સ્વેચ્છાએ છૂટા પડ્યા છીએ.

આક્ષેપ: પીડિતાએ 4 લગ્ન કર્યા છે.

જવાબ:પૂર્વ પતિ કલ્પેશ મોમાયા અમારી સામે જાહેરમાં આવે તેમજ આ સાબિત કરી બતાવે તેવો પડકાર ફેંકું છું.

આક્ષેપ: મારી પૂર્વ પત્ની (પીડિતા) ચરિત્રહીન છે.

જવાબ:સાત કલાકના લગ્ન જીવનમાં તેની સાથે કોઇ સાંસારિક સુખ ભોગવ્યું નથી છતાં ગલીચ આક્ષેપ કરે છે.

આક્ષેપ: આ સ્ત્રી પૈસા માટે બીજાને ફસાવીને નચાવે છે.

જવાબ:મેં ક્યારેય કોઇની પાસે પૈસા લીધા નથી. અરે, આક્ષેપ કરનાર પૂર્વ પતિ કલ્પેશ પાસે ભરણ પોષણના પૈસા પણ નથી લીધા, તે કયા મોઢે આ આક્ષેપ કરે છે.

આક્ષેપ: લગ્ન ચાલુ હતા, છતાં મારી સાથે છેતરપિંડીથી લગ્ન કર્યા

જવાબ: 13/1/2016ના મારા પહેલા પતિ સાથે છૂટાછેડાના કાયદેસરના પેપર થઇ ગયા બાદ કલ્પેશ મોમાયા સાથે તા.31/3/2016ના રોજ મારા મમ્મી-પપ્પાની મરજીથી લગ્ન કર્યાં હતાં.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચોઃ શનિવારે ફિલ્મીઢબે અચાનક પ્રગટ થયેલા પીડિતાના પૂર્વ પતિએ શું કર્યા હતા આક્ષેપ, નલિયાકાંડમાં અટક કરી લેવાયેલા 3 આરોપીઓની કરમકુંડળી
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Naliya Rape case: Gita Sripal said If my crime exits then shall Me put on the gallows
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext